સોનાએ વર્ષ 2020માં 28 ટકાનું રિર્ટન આપ્યું: 2020માં સોનાના ભાવ 28% વધ્યા, આ તેજી નવા વર્ષમાં રૂા. 60 હજાર પ્રતિ ગ્રામે પહોંચાડશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- 10 વર્ષમાં સૌથી વધુ 35% ભાવ 2011માં વધ્યો હતો : 6 વર્ષમાં સોનું બમણું મોંઘું થયું
કોરોનાની મહામારી છતાય દાહોદમાં સોનાએ વર્ષ 2020માં 28 ટકાનું રિર્ટન આપ્યું છે. 2020ની શરૂઆતના પ્રથમ સપ્તાહમાં સોનાનો ભાવ 40100 રૂપિયા હતો જ્યારે વર્ષના અંતમાં 31 ડિસેમ્બર 2020એ આ ભાવ 51400 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયો છે. નવા વર્ષના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ સોનાનો ભાવ 51500 રૂપિયા રહ્યો હતો. સોના-ચાંદીના વેપારથી જોડાયેલા લોકોના મત મુજબ 2021ના અંત સુધી સોનું આટલુ જ રિર્ટન ફરીથી આપી શકે છે.
છેલ્લા છ વર્ષમાં જ સોનાનો ભાવ બમણો થઇ ગયો છે. જોકે, તેની સરખામણીએ ચાંદીના ભાવ ઓછા વધ્યા છે અને ચાંદીએ રિર્ટન પણ ઓછુ આપ્યુ છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે સોનુ 60 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઇ શકે છે. 10 વર્ષમાં સોનાએ સૌથી વધુ રિર્ટન 2011માં 35 ટકા સુધી આપ્યું હતું. કોરોનામાં પ્રોપર્ટીના ભાવમાં બહુ વધારો નોંધાયો નથી.
શેર બજારે 15 ટકા રિર્ટન આપ્યું છે. જ્યારે સોનામાં રોકાણ કરનારા લોકોને 28 ટકાનું રિર્ટન મળ્યું છે. ચીન અને ભારત વચ્ચે મતભેદ બાદથી આંતરરાષ્ટ્રિય સ્તરે તેજીને કારણે ભાવમાં વધારો નોંધાયો હતો.
ચાર વર્ષમાં ચાંદીના ભાવ 69% વધ્યા
ચાંદીમાં સોના જેટલી તેજી જોવા મળી ન હતી પરંતુ છેલ્લા ચાર વર્ષમાં તેના ભાવમાં પણ 69%નો વધારો નોંધાયો હતો. વર્ષ 2017માં ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 38660 રૂપિયા હતો જ્યારે વધીને 2018માં 39100 થઇ ગયો હતો. ત્યાર બાદ 2019માં 45300, 2020માં 48200 અને 2021માં 66200 રૂપિયા ઉપર તેનો ભાવ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોનાનો છેલ્લા દસ વર્ષનો ચળકાટ
વર્ષ | 1 જાન્યુ | 31 ડિસે. | લાભા |
ભાવ | ભાવ | લાભ | |
2011 | 20800 | 28100 | 0.35 |
2012 | 28150 | 26400 | 0.042 |
2013 | 29600 | 27200 | -8 % |
2014 | 27300 | 26800 | -1.80% |
2015 | 25200 | 27950 | 0.097 |
2016 | 28230 | 29500 | 0.05 |
2017 | 29660 | 32200 | 0.078 |
2018 | 32400 | 34000 | 0.047 |
2019 | 34100 | 39900 | 0.14 |
2020 | 40100 | 51400 | 0.28 |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed