સેવા: મોટીઝરીમાં પ્લાસ્ટિકના ઝૂંપડામાં રહેતાં પરિવારને ટ્રસ્ટે પાક્કું ઘર બનાવી આપ્યું, ઘરનું નામ પ્રેમાહાર રખાયું, પરિવાર છુટક મજૂરી કરે છે
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- The Trust Built A House For The Family Living In A Plastic Hut In Motizari, The House Was Named Premahar, The Family Works Part time
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

મોટીઝરી ખાતે બાબુભાઇ પટેલ છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેઓ પત્ની અનિલા અને સાત વર્ષિય દિકરી સેજલ સાથે ખુબજ દરિદ્રતામાં ફાટેલા પ્લાસ્ટિકના અને કંતાનના બનેલા નાના ઝુંપડામાં રહેતા હતાં. આ બાબત આહાર ટ્રસ્ટના ધ્યાન આવી હતી. જેથી ટ્રસ્ટે બાબુભાઇની જમીનમાં જ નવું એક રૂમ -રસોડાનું પાકું મકાન ‘’પ્રેમાહાર ‘બનાવી આપ્યુ હતું. આ સાથે તેમાં રસોઈના વાસણો-વાસણો મુકવાનો ઘોડો-બે પલંગ-બે ગાદી -ઓશિકા-ચાદરો તથા ધાબળાના સેટ-નવા કપડાં-ચપ્પલ વિગેરે પણ ભેટ અાપ્યા હતાં.

ગરીબ પરિવારના સંબંધીઓ તથા 150 લોકોને ભોજન કરાવવા સાથે જય ભગવાન દાદા બ્રાહ્મણ દ્વારા નિઃશુલ્ક સત્યનારાયણની કથા પણ કરાવી હતી. પરિવારને શાત્રોક્તવિધિ સાથે નવા ઘરમાં 31મી તારીખે ગૃહપ્રવેશ કરાવ્યુ હતું. આહાર ટ્રસ્ટ -બારીયા દ્વારા ગરીબ પરિવારમાં ખુશીઓ લાવી તેની ઉજવણી કરી હતી. સરકાર તરફથી તાત્કાલિક પરિવારને ટોયલેટ પણ બનાવી આપ્યું હતું. ટ્રસ્ટે જણાવ્યુ કે,નાની ખજૂરી પ્રાથ. શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી આ ગરીબ પરિવારમાં ઘરમાં રૂપી ખુશીનો પ્રવેશ થઈ શક્યો હતો.
Related News
કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
Comments are Closed