સેવા કાર્ય: દાહોદ જિલ્લાને યુનિસેફ તેમજ IKEA સંસ્થા દ્વારા 70 હજાર એન-95 માસ્કની સહાય કરાઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • યુનિસેફે ત્રણ લાર્જ ડીપ ફ્રિઝર તેમજ 3 કોલ્ડ બોક્સિસ પણ મોકલ્યા

દાહોદ જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ થવા માટે તમામ તૈયારી કરી રહ્યો છે. ત્યારે મહત્વાંકાક્ષી જિલ્લો દાહોદના આરોગ્યકર્મીઓની સ્વાસ્થ રક્ષા માટે યુનિસેફ તેમજ IKEA સંસ્થા દ્વારા 70 હજાર એન-95 માસ્કની સહાય કરવામાં આવી છે.

વેક્સિનના પરીવહન માટે પણ કોલ્ડ બોક્સીસ ઉપયોગી થઇ પડશે

દાહોદના આરોગ્યકર્મચારીઓ માટે યુનિસેફ તેમજ IKEA સંસ્થા દ્વારા 70 હજાર એન-95 માસ્કની સહાય કરાઇ છે. તેમજ યુનિસેફે ત્રણ લાર્જ ડીપ ફ્રિઝર તથા 3 કોલ્ડ બોક્સિસ પણ મોકલ્યા છે. જેથી જિલ્લામાં વેક્સિનની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. તેમજ વેક્સિનના પરીવહન માટે પણ કોલ્ડ બોક્સીસ ઉપયોગી થઇ પડશે. આજે માસ્ક તેમજ ડીપ ફ્રિઝર સહિતની આરોગ્યલક્ષી વસ્તુઓ આવી પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: