સેવાની શરતે જામીન: દાહોદમાં સરકારી એન્ટિજન કીટ સાથે ઝડપાયેલા તબીબને સરકારી દવાખાનામાં સેવા કરવાની શરતે કોર્ટે જામીન આપ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 30 સપ્ટેમ્બર સુધી સોમથી ગુરુ દરમિયાન નિઃશુલ્ક સેવા આપવી પડશે સરકારી કોવિડ હોસ્પિટલમાં દરરોજ 8 કલાક સેવા આપવી પડશે

દાહોદ જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ માટેની સરકારી એન્ટિજન કીટ સાથે ઝડપાયેલા તબીબને આજે દાહોદ કોર્ટે સેવાની શરત સાથે જામીન આપ્યા છે.તબીબને સરકારી કોવિડ હોસ્પિટલમાં દરરોજ દર્દીઓની આઠ કલાક સેવા કરવાની શરત સાથે જામીન આપવામા આવ્યા છે.કોરોનાકાળમાં એક તરફ તબીબોની અછત વર્તાઇ રહી છે, એવા સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વિનંતીને કોર્ટે ગ્રાહ્ય રાખીને આ બોધરૂપી આદેશ જારી કર્યો છે. કેસની વિગતો એવી છે કે, એકાદ પખવાડિયા પૂર્વે પોલીસે કારઠ ખાતે શ્રદ્ધા સબુરી ક્લિનિકમાં કરણ અરવિંદભાઈ દેવડા (રહે.કારઠ રોડ, લીમડી અમીકુંજ સોસાયટી, તાલુકો ઝાલોદ,જિલ્લો દાહોદ)ને પોતાના ક્લિનિકમાં ગેરકાયદે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયોકાર્ડ પ્રો કોવિડ-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તેમજ રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલતો હોવાની માહિતીના આધારે રેડ પાડી હતી. આ તપાસમા સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ રેપિડ ટેસ્ટ કરવાની કીટનો જથ્થો પકડાઇ ગયો હતો. આ બાબતની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપી કરણભાઇએ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા માટે અરજી કરી હતી.

આ જમીન અરજીની સુનાવણી આજે દાહોદની એડિશનલ સેશન્સ જજ એસ. આઇ. ભોરાનિઆની કોર્ટમાં થઇ હતી. આ અરજીના સંદર્ભમાં કલેક્ટર વિજય ખરાડી તથા જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની વિનંતીની નોંધ કરતા જજે આરોપીને આગામી તા.30 સપ્ટેમ્બર સુધી રોજ સોમવારથી ગુરુવાર રોજ આઠ કલાક સુધી કોરોના દર્દીઓની કોઇ ચાર્જ વિના સારવાર કરવાની શરતે જામીન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: