સેવાકીય પ્રવૃતિ: દાહોદમાં છેલ્લા 4 મહિનામાં 400 માતાઓને મમતા કિટ્સનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બેટી બચાવો, બેટી પઢાવોના લોગો સાથે 200 કચેરીમાં વોલક્લોકનું વિતરણ

કોરોનાની બીજી લહેરમાં દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે સક્રિય કામગીરી અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે વિભાગ દ્વારા 8000 થી વધુ માસ્કના નિ:શુલ્ક વિતરણ સાથે ફેબ્રુઆરી મહિના બાદ જિલ્લામાં માતા બનનારી 400 મહિલાઓને મમતા કિટ્સ આપવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનામાં શિશુ માટેના ઝભલાં, રમકડા, મચ્છરદાની, હિમાલયા કંપનીની માલિસના તેલ, શેમ્પુ, સાબુ, પાઉડર સહિતની 700 રૂ.ની કિંમત ધરાવતી મમતા કિટ્સનું 400 માતાઓને વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક તાલુકામાં કચેરી દ્વારા કિશોરી મેળા કરી કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી અડધેથી શિક્ષણ ના છોડવા સમજ આપવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મુખ્યત્વે બાળકોના શારીરિક-માનસિક-સામાજિક વિકાસ તેમજ બાળકોના સ્વાસ્થ માટે કામ કરી રહ્યું છે અને બાળમૃત્યુ, કુપોષણ સામે લોકોજાગૃતિ તેમજ મહિલાઓના સર્વાગી વિકાસ માટે કામગીરી કરે છે. આ ઉપરાંત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત લોકજાગૃતિ વિવિધ કાર્યક્રમો અંતર્ગત હાલમાં જ કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત 200 જેટલી સરકારી કચેરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ લોગો સાથેની વોલક્લોક આપી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: