સૂચનો: દાહોદ સ્માર્ટ સિટીના નવા પ્રોજેક્ટ માટે સૂચનો મંગાવાયા

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે ૨૧ પ્રોજેક્ટસ પર કામગીરી કરી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં હજુ પણ બીજા પ્રોજેક્ટસનો સમાવેશ થશે ત્યારે દાહોદને સપનાનું સ્માર્ટ સિટી બનાવવા માટે નગરજનો પણ સહયોગ આપી શકે છે. સ્માર્ટ સિટી બોર્ડ દ્વારા સ્માર્ટ સિટી માટેના નવા પ્રોજેક્ટસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે.સ્માર્ટ સિટી દ્વારા ૨૧ પ્રોજેક્ટસ પર કામ કરાઇ રહ્યું છે.

તેમાં છાબ તળાવ રીડેવલપમેન્ટ, દુધમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, સોલીડ વેસ્ટ કલેક્શન, સોલીડ વેસ્ટ પ્રોસેસીંગ એન્ડ ટ્રીટમેન્ટ, વોટર સપ્લાય, સીવરેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ગાર્ડન ડેવલપમેન્ટ, સ્માર્ટ રોડ, પાલિકા બિલ્ડીંગ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ટ્રાયબલ મ્યુઝીયમ, આઇસીસીસી-આઇટી બિલ્ડીંગ, ટ્રાફિક સાઇનેજ, આઇસીસીસી બિલ્ડીંગ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ટ્રક ટર્મિનલ, એનિમલ શેલ્ટર હોમ, વોટર સ્કાડા, એસડબલ્યુ કંમ્પાઉન્ડ વોલ એન્ડ સાઇટ ડેવલપમેન્ટ, ઇ-ગર્વનન્સ પોજેક્ટનો સમાવેશ થાય છે.


Related News

Comments are Closed

%d bloggers like this: