સૂચના: દાહોદ પાલિકાના કાઉન્સિલરોની વર્તમાન ટર્મનો આજે છેલ્લો દિવસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- 30મી તારીખે ટર્મ પૂર્ણ થાય છે : 1 ડિસે.થી વહીવટદાર નિમાશે
- પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણી થાય તેવી સંભાવના શનિથી સોમ રજા, શુક્રવાર છેલ્લો દિવસ
દાહોદ નગર પાલિકાના કાઉન્સિલરોની વર્તમાન બોડીની મુદ્દત આગામી તા 30 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. પરંતુ આવતીકાલથી સતત ત્રણ દિવસ જાહેર રજા હોઈ અધિકૃત રીતે શુક્રવાર જ છેલ્લા દિવસ તરીકે ગણાયો હતો. આમ તો તા.30ના રોજ વર્તમાન બોડીના કાર્યકાળનો અંતિમ દિન છે. અને બાદમાં લગભગ આગામી માર્ચના અંતે પાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો માટેની ચૂંટણી થાય તેવી સંભાવના છે. વચગાળા દરમ્યાન દાહોદ પાલિકાનું સંચાલન કરવા માટે તા.1.12થી હવેથી આશરે ત્રણ માસ માટે વહિવટદારની નિયુક્તિ થવાની છે.
ત્યારે હવે સળંગ ત્રણ દિવસ રજા હોઈ તા.30 નવેમ્બર બદલે આજે તા.27.11ના રોજ કાયદેસર રીતે નગરપાલિકાના વર્તમાન કાઉન્સીલરો અંતિમ દિન ગણાશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે તા. 28.11ના રોજ શનિવાર, ચોથો શનિવાર હોઈ રજા રહેશે. ત્યારબાદ 29 મીએ રવિવારની રજા અને 30 નવેમ્બરે ગુરુનાનક જયંતિની જાહેર રજા હોઈ પાલિકામાં રજા રહેશે.
Related News
હોબાળો: બે કોચમાં સફાઈ ન કરાતા દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો, જમ્મુ-તાવી 54 મિનિટ મોડી પડી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
પ્રજાસત્તાક દિનની ઉજવણી: એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દ્વારા દાહોદમાં 50 કિલો પુષ્પોની વર્ષા થશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed