સુવિધા: 27મી તારીખથી દાહોદ-ઉજ્જૈન મેમુ ટ્રેન સમયમાં ફેરફાર સાથે શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ39 મિનિટ પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
  • દાહોદથી ત્રણ ટિકિટ મળશે, રતલામ અને નાગદાથી સીટ-કોચ બદલાઇ શકે છે

દાહોદ-ઉજ્જૈન વચ્ચે મેમુ ટ્રેન 27 ફેબ્રુઆરીથી ફરી પાટા ઉપર ચઢશે. આશરે 11 માસ બાદ ટ્રેનના સમયમાં સામાન્ય પરિવર્તન સાથે તેને દરરોજ દોડાવવામાં આવશે. આ ટ્રેન ત્રણ નંબર સાથે આરક્ષિત શ્રેણિમાં ચાલશે. રિઝર્વેશન બાદ મુસાફરને દાહોદથી ઉજ્જૈન સુધી મુસાફરી કરવા માટે ત્રણ ટિકીટ આપવામાં આવશે. દાહોદથી રતલામ, રતલામથી નાગદા અને નાગદાથી ઉજ્જૈન સુધી દોડનારી આ એક જ ટ્રેન ત્રણ જુદા-જુદા નંબર સાથે શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.

ત્રણ નંબરો સાથે દોડાવનારી આ ટ્રેનમાં દાહોદથી ઉજ્જૈન સુધી સીધી મુસાફરી કરવા માટે હવે મુસાફરોને ત્રણ રિઝર્વેશન ટિકીટ લેવી પડશે. દાહોદથી મળનારી ત્રણે ટિકીટમાં સીટ નંબર જુદા પણ હોઇ શકે છે. જેથી ઉજ્જૈન સુધીની મુસાફરી દરમિયાન પહેલાં રતલામ અને પછી નાગદામાં પણ સીટ અથવા કોચ પણ બદલો પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ઉદાહરણ રૂપે તમને દાહોદથી ઉજ્જૈન જવુ છે તો પગેલી ટિકીટ દાહોદથી રતલામ, બીજી ટિકીટ દાહોદથી નાગદા અને ત્રીજી ટિકીટ નાગદાથી ઉજ્જૈનની આપવામાં આવશે અને ત્રણે સીટનો નંબર એક જ હોય તે જરૂરી નથી. જો સીટ અને કોચ નંબર બદલાશે તો મુસાફરોને હાલાકી વેઠવી પડે તેમ જોવાઇ રહ્યું છે.

નવો સમય કયો રહેશે
ટ્રેન દાહોદથી સાંજે 5.25 વાગ્યે ઉપડશે. જે સાંજે 5.42 વાગ્યે મેઘનગર, 6.35 વાગ્યે બામનિયા, 7.40 વાગ્યે રતલામ, 8.45 વાગ્યે રતલામ અને રાત્રે 10.20 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. તે પ્રમાણે ઉજ્જૈનથી પરોઢે 5.30 વાગ્યે નીકળી 6.55 વાગ્યે નાગદા, પરોઢે 8.10 વાગ્યે રતલામ, 9.15 વાગ્યે બામનિયા, 10.30 વાગ્યે મેઘનગર અને 10.45 વાગ્યે દાહોદ પહોંચશે.

ટ્રેન 22 માર્ચથી બંધ હતી
કોરોના કાળમાં 22 માર્ચ 2020થી આ ટ્રેનને બંધ કરી દેવાઇ હતી. તેને ફરીથી શરૂ કરવાની માગણી લાંબા સમયથી ચાલી રહી હતી. 27 ફેબ્રુઆરીએ આ ટ્રેન દાહોદથી રતલામ, નાગદા થઇ ટ્રેન ઉજ્જૈન માટે ફરી શરૂ થશે. 28 ફેબ્રુઆરીથી ટ્રેન ઉજ્જૈનથી ઉપડી નાગદા, રતલામ થઇ દાહોદ પહોંચશે.






Related News

Comments are Closed

%d bloggers like this: