સુવિધા: દાહોદના સાંસદે વિકાસ નિધિમાંથી આઇ.સી.યુ ઓન વ્હિલ્સ ખરીદવા 30 લાખ રુ.ની ફાળવણી કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
file photo
- ઓક્સિજનથી માંડી વેન્ટીલેટરની સુવિધા આ એમ્બ્યુલન્સમાં આપવામાં આવશે વડોદરા, અમદાવાદ રીફર કરતી વેળાએ ગંભીર દર્દીના જીવન બચાવી શકાશે
દાહોદ જિલ્લો કોરોના કાળમાં ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. તંત્ર દ્રારા જનસામાન્યને ઓછામાં ઓછી સમસ્યા નડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાહેદના સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરે તેમની વિકાસ નિધિમાંથી આઇ.સી.યુ ઓન વ્હિલ્સ માટે 30 લાખ રુપિયાની ફાળવણી કરી છે. જેથી થોડા દિવસોમાં જ સેવા કાર્યરત થઇ જશે.
જિલ્લામાં મૃત્યુઆંક પણ ગત વખત કરતાં ઘણો વધી ગયો
દાહોદ જિલ્લામાં હવે શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી ગયો છે. તેને કારણે ગામડાઓમાં દર્દીઓ ઘેર ઘેર મળી રહ્યાં છે. જિલ્લામાં મૃત્યુઆંક પણ ગત વખત કરતાં ઘણો વધી ગયો છે. હવે આ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તેની રાહ જોવાઇ રહી છે. કોરોનાને કારણે ઘણાં પરિવારો વિખેરાઇ ગયા છે. ત્યારે દર્દીઓને લઇને જ્યારે રઝળપાટ કરવાની નોબત આવે છે ત્યારે પરિવારજનોની હાલક કફોડી થઇ પડે છે.
છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિમાં અંશતઃ રાહત થઇ
દાહોદની ઝાયડસ હોસ્પિટલ કોરોનાથી છલો છલ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિમાં અંશતઃ રાહત થઇ છે. તેને કારણે દર્દીઓએ દાખલ થવા મટે રાહ જોવી પડતી નથી.જેથી સત્વરે સારવાર શરુ થઇ શકે છે. બીજી તરફ જ્યારે ગંભીર દર્દીને ઝાયડસમાંથી વડોદરા કે અમદાવાદ રીફર કરવાની જરુરિયાત ઉભી થાય છે. ત્યારે આઇસીયુ એમ્બ્યુલન્સની આવશ્યક્તા પડે છે. પણ આ સુવિધા માટે બહુ જ તકલીફ પડે છે.
માર્ગદર્શિકા કલેક્ટરની અધ્યક્ષતામાં હવે નક્કી કરવામાં આવશે
જેથી દાહોદના સંસદ સભ્યએ આઇસીયુ ઓન વ્હિલ્સ ખરીદવા માટે તેમની વિકાસ નિધિમાંથી રુપિયા 30 લાખની ફાળવણી કરી દીધી છે. આ એમ્બ્યુલન્સમાં વેન્ટીલેટર સુધીની સુવિધા ઉપલબ્ધ હશે. ઝાયડસ હોસ્પિટલમાંથી કોઇ પણ દર્દીને રીફર કરવામાં આવશે. ત્યારે આ એમ્બ્યુલન્સ કોરોના કાળમાં નિઃશુલ્ક સેવા આપશે. તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ જણાવ્યુ છે. તેઓએ એમ પણ જણાવ્યયુ છે કે આ આઇસીયુ ઓન વ્હિલ્સની સેવા કેવી રીતે આપી શકાય તેની અંતિમ અને સૂક્ષ્મ માર્ગદર્શિકા કલેક્ટરની અધ્યક્ષતામાં હવે નક્કી કરવામાં આવશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed