સુવિધા: સાંસદના પ્રયાસોથી રાછરડામાં કોવિડ કેર સેન્ટરનો આરંભ થયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ6 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- લબાના સમાજના તબીબો પોતાની સેવાઓ આપશે
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કોરોનાની પ્રાથમિક અસરના દર્દીઓ માટે રાછરડા ગામે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોવિડ કેરના ઉદ્દઘાટન ટાણે દાહોદ કલેક્ટર વિજય ખરાડી, ભાજપ અગ્રણી સુધીરભાઈ લાલપુરવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓના સતત નિરિક્ષણ માટે મેડિકલ સ્ટાફ, બે ટાઇમ નાસ્તો તથા ભોજન, મેડિકલ કીટ તેમજ ઉકાળા તથા જરૂરી દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેનાર છે. દર્દીઓને નાસ્તા, જમવાની તથા આયુર્વેદિક ઉકાળાની વ્યવ્સ્થા પણ આપશે. સંચાલન છત્રસિંહ બાકલીયા, રાકેશભાઇ બાકલીયા, મુકેશભાઇ ખચ્ચર, બળવંતસિંહ ખાસર્યા, સુરેન્દ્રસિંહ બાકલીયા, યોગેશભાઇ બાકલીયા, ગોવિંદભાઇ બાકલીયા, ભરતભાઇ સરતાણા, જીતેન્દ્રસિંહ ખાસર્યા તથા દીનેશભાઇ ચોર્યા દ્વારા કરશે. લબાના સમાજના ડૉક્ટરો દ્વારા ત્યાં મેડિકલ સેવાઓ આપવામાં આવશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed