સુવિધા: પાટણથી દાહોદ સ્લિપર કોચ એસ.ટી બસ શરૂ કરવા માંગ, પાટણ-બનાસકાંઠાનો નોકરીયાત વર્ગ પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • એસ.ટી નિગમના એમ.ડી.ને રજૂઆત કરાઈ

પાટણ બનાસકાંઠા બન્ને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દાહોદ ખાતે નોકરી કરતા નોકરિયાત લોકોને ઘરેથી આવવા જવા માટે બસ ડેપો દ્વારા પાટણથી દાહોદ સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્ય વાહન વ્યવહાર વિભાગને રજુઆત કરવામાં આવી છે.

દાહોદ ખાતે સરકારી નોકરી કરતા પાટણ, બનાસકાંઠા જિલ્લાના નોકરિયાત લોકોને શનિવાર અને રવિવાર તેમજ મહિનામાં એક કે બે વાર વતન ઘરે આવવાનું હોય છે. ત્યારે સમયસર યોગ્ય બસ ન મળતા ભારે મુશ્કેલી વેઠી મુસાફરી કરી ઘરે આવે છે. પરત જવામાં પણ દાહોદની સીધી બસ સમય મુજબ મળતી ન હોઈ મુશ્કેલી પડતાં યોગ્ય સગવડ વાળી સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવે તો દાહોદ તરફ નોકરી કરતા મુસાફરોને ઘર અવર જવર માટે રાહત રહેશે. આ બસ સેવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડિરેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: