સુવિધા: દાહોદની ઝાયડસમાં હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે આજથી જ સીટી સ્કેન સેન્ટરનો શુભારંભ કરાયો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- As Per The Announcement Made By The Chief Minister At Zydus Hospital In Dahod, The City Scan Center Was Inaugurated From Today.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સરકારે નક્કી કરેલા રાહતદરે સીટી સ્કેન કરી આપવામાં આવશે: ઝાયડસ ખાનગી સીટીસ્કેન સેન્ટરો પર 24 કલાકનુ વેઇટીંગ ચાલે છે ત્યારે ગરીબો માટે રાહત
દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં રાહતદરે સીટીસ્કેન કરવાનો શુભારંભ કરાયો છે. આ સુવિધાથી મુખ્યત્વે ગરીબોને લાભ થશે કારણ કે, હાલમા સીટીસ્કેન કરાવવા માટે કતારો જામે છે ત્યારે કપરા કોરોના કાળમાં દર્દીઓ માટે મોટી રાહત થઇ છે.
દાહોદ જિલ્લામાં કોરોના હવે કાબુમાં રહ્યો નથી. જેથી જનતા હવે ભગવાન ભરોસે છે. મુખ્યમંત્રીએ પણ આવીને સ્થિતિની સમીક્ષા કરવી પડી તેવી ગંભીર પરિસ્થિતિ છે. તેમ છતાં આ મુલાકાતમાં કોઇ નક્કર નિર્ણય લેવાયા ન હોવાનો મત પ્રવર્તિ રહ્યો છે પરંતુ સમગ્ર મુલાકાતમાં એક લાભદાયી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઝાયડસ હોસ્પિટલમાં સીટી સ્કેન સેવાનો શુભારંભ કરવા જણાવાયુ હતુ.
તમામ દર્દીઓ પાસેથી નિયત દર લેવામાં આવશે
મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં ઝાયડસ હોસ્પિટલના સીઓઓ ડો.સંજીવ કુમાર પણ ઉપસ્થિત હત.જેથી ઝાયડસ દ્રારા બુધવાર,તારીખ 21 એપ્રિલથી જ આ સેવા શરુ કરવાનુ જાહેર કરાયુ હતુ.તે પ્રમાણે રામનવમીના દિવસથી જ ઝાયડસ હોસ્પિટલમાં સીટીસ્કેન સેવાનો વિધિવત શુભારંભ કરી દેવામાં આવ્યો છે. ઝાયડસ હોસ્પીટલના સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી પ્રમાાણે, સરકાર દ્રારા નિર્દેશિત રાહતદરે સીટીસ્કેન કરી આપવામાં આવશે. જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યુ છે તે મુજબ જ તમામ દર્દીઓ પાસેથી તેના નિયત દર જ લેવામાં આવશે. જે પ્રમાણે મુખ્યમંત્રી સાથે ચર્ચા થઇ હતી તે પ્રમાણે પ્રજાહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દાહોદવાસીઓ માટે સૌથી મોટી રાહત
દાહોદમાં ત્રણ ખાનગી સીટી સ્કેન સેન્ટર કાર્યરત છે. જેમાં હાલ કતારો લાગી રહી છે અને હાલ 24 કલાકનુ વેઇટીંગ ચાલી રહ્યુ છે. ત્યારે એક તરફ કોરોનાનુ સંક્રમણ થયુ હોય અને બીજી તરફ સીટી સ્કેન માટે રાહ જોવી પડે છે તે દર્દી અને પરિવારજનો માટે કષ્ટદાયક બની ગયુ છે. તેવા સમયે ઝાયડસમાં સીટી સ્કેન સેવા શરુ થતાં તમામ વર્ગને લાભદાયી નીવડશે. ઝાયડસના સૂત્રો દ્રારા જ જાણવા મળ્યુ છે કે, આ સેવા ફક્ત ઝાયડસના દર્દીઓ પુરતી સિમિત નથી. બહારથી કોઇ માન્ય ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન હશે તેવા દર્દીનું સીટી સ્કેન પણ કરી આપવામાં આવશે. આ દાહોદવાસીઓ માટે સૌથી મોટી રાહતના સમાચાર રામનવમીએ મળ્યા છે.
દાહોદમાં જે ખાનગી સીટીસ્કેન સેન્ટર ચાલે છે તેનું નિરીક્ષણ પણ એટલું જ જરુરી છે.કારણ કે સરકારે નિયત કરેલા દર તેમજ ગંભીર દર્દીઓને આગ્રીમતા મળે છે કે કેમ, ઉપરાંત આવા સેન્ટરો પર કોવિડ માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તેની ચકાસણી કરવી પણ એટલી જ આવશ્યક છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed