સુવિધા: ગુજરાતમાં પ્રથમ વખત દાહોદમાં ‘‘આળસુ આંખો’’ને સક્રિય બનાવાશે

દાહોદ5 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
દાહોદના દ્રષ્ટિ નેત્રાલયમાં નવા આવેલા અત્યાધુનિક ‌મશીનો. - Divya Bhaskar

દાહોદના દ્રષ્ટિ નેત્રાલયમાં નવા આવેલા અત્યાધુનિક ‌મશીનો.

  • આંખના રેટિનાના સિટીસ્કેન – એન્જિઓગ્રાફી કરી માઈક્રો સર્જરીમાં મદદરૂપ: ભારતમાં માત્ર 4 સ્થળે જ મશીનો છે
  • ‘‘એન્જિઓગ્રાફી સ્પેક્ટ્રાલીસ’ અને ‘‘મેગ્નો સેલ્યુલર સ્ટીમ્યુલેટર’ મશીન દ્રષ્ટિ નેત્રાલયમાં લવાયા

ગુજરાતના છેવાડે આવેલા દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે આંખની દ્રષ્ટિ વધારતાં અને રેટિનાના સીટીસ્કેન – એન્જીઓગ્રાફી કરી માઇક્રો સર્જરીમાં મદદરૂપ થતા અત્યાધુનિક મશીનોથી થતી સારવારનો શુભારંભ થયો છે.

સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ભારતભરમાં કુલ મળીને માત્ર 4 જ હોસ્પિટલો પાસે છે એવા ‘મેગ્નો સેલ્યુલર સ્ટીમ્યુલેટર’ તરીકે ઓળખાતી નવતર શોધ વડે વર્ષોવર્ષથી દ્રષ્ટિહીન કે ઝાંખી દ્રષ્ટિ ધરાવતી આંખ અને તબીબી ભાષામાં ‘આળસુ આંખ’ તરીકે ઓળખાતી આંખ વિઝન થેરાપી વડે રિ-એક્ટિવ બનતા તે વ્યક્તિની નજર વધી શકે છે. ગુજરાતના છેવાડે આવેલ દાહોદમાં આવેલું આ મશીન સમગ્ર રાજ્યમાં પ્રથમ જ મશીન છે. આ સાથે આંખના દવાખાનાઓમાં રાજ્યમાં એક માત્ર NABH ગ્રેડ ધરાવતા શહેરના દ્રષ્ટિ નેત્રાલયમાં રેટિનાની સારવાર અને એક્ઝામિનેશન કરતું ‘એન્જીઓગ્રાફી સ્પેક્ટ્રાલીસ’ નામનું અત્યંત આધુનિક એવું રૂ.1.25 કરોડનું લવાયેલું મશીન પણ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ છે. આ બંને મશીનોની મદદથી હાલમાં ત્રણ માસ સુધી ચાલનાર નિ:શુલ્ક સારવારનો આરંભિક પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. ગત 15 દિવસથી દ્રષ્ટિ નેત્રાલય ખાતે પ્રાયોગિક ધોરણે ચાલતી સારવાર દરમ્યાન મોટી વયના અને બાળવયના મળી લગભગ 5 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમને આ સાધનથી વર્ષોથી નહિંવત્ રહેલી દ્રષ્ટિ વધી રહી હોવાનું પુરવાર થયું છે.

રેટિનાની એન્જિઓગ્રાફી દ્વારા આંખની નસો સહિતના માઈક્રો ભાગની સારવાર કરવામાં આ મશીન મદદરૂપ થાય છે
‘એન્જીઓગ્રાફી સ્પેક્ટ્રાલીસ’ નામે આ સાધન વડે આંખના રેટિનાની સીટીસ્કેન તથા એન્જીઓગ્રાફી કરી આંખની નસો સહિતના માઈક્રો ભાગની સારવાર શક્ય બનશે. અન્ય મશીનોથી થતી સારવાર સામે આ સારવાર ઝડપી અને ઓછી ખર્ચાળ છે. આશરે રૂ. દોઢ કરોડની કિંમતના આ બંને મશીનોની મદદથી સારવાર પામતા બાળકો અને વયસ્ક દર્દીઓને આંખના વિઝનમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. > ડૉ મેહુલ શાહ, નેત્ર ચિકિત્સક

વિઝન થેરાપી વડે દર્દીને ખૂબ સરસ ફાયદો મળે છે
દાહોદ અને આસપાસના મ.પ્ર. તથા રાજસ્થાનના અનેક દર્દીઓ અહીં આવે છે. આટલા વર્ષથી અમારે ત્યાં થયેલ લગભગ 12 લાખ દર્દીઓના કમ્પ્યુટરાઈઝ ડેટા પૈકી લગભગ 8થી 10 % લોકોની આંખ ‘આળસુ આંખ’ તરીકે નોંધાઈ છે. આમ, જાપાનની શોધ પણ આપણે ત્યાં ભારતીય વૈજ્ઞાનિકે જ બનાવેલ આ સાધન વડે દર્દીઓને થોડો સમય વિઝન થેરાપી અપાતા ખૂબ સરસ પરિણામ મળતું હોય છે. > ડૉ શ્રેયા શાહ, નેત્ર ચિકિત્સક

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: