સુવિધાનો લાભ: દાહોદ જિલ્લામાં ડિજિટલ સેવાસેતુનો ત્રીસ હજાર અરજદારોએ લાભ લીધો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- ગ્રામ્યકક્ષાએ કોમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા 294 યુવાનોને રોજગારી મળી
- પોર્ટલ ઉપર જ અરજદાર અરજી કરી ઘરે બેઠાં લાભ મેળવી શકે છે
દાહોદ જિલ્લામાં શરૂ કરાયેલા ડિઝીટલ સેવાસેતુ કાર્યક્રમને નોંધપાત્ર સફળતા મળી છે. દાહોદ જિલ્લામાં ડિઝીટલ સેવાસેતુનો ત્રીસ હજાર જેટલા અરજદારોએ લાભ લીધો છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે એ માટે મુખ્યમંત્રીશ્રીએ સેવા સેતું કાર્યક્રમનો અભિગમ અમલમાં મૂક્યો હતો. પરંતુ, કોરોનાકાળને ધ્યાને રાખીને સેવાસેતુ કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓ તારીખ 8 ઓક્ટોબર,2020થી ઓનલાઇન મુકાઇ છે. ડિઝીટલ સેવા સેતુ પોર્ટલ ઉપર જ અરજદાર અરજી કરવાની તેનો લાભ ઘર બેઠા મળી જાય છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 33,465 અરજીઓ ડિઝીટલ સેવા સેતુ કાર્યક્રમમાં મળી છે. દાહોદ જિલ્લામાં જ આવા 25 હજાર જેટલાં પ્રમાણપત્રો ડિઝીટલ સેવા સેતું પોર્ટલ મારફત થયા છે. આ ઉપરાંત રાશનકાર્ડમાં નામ ઉમેરવા માટે 1498 અરજદારો, જમીનને લગતા વિવિધ દાખલો મેળવવા માટે અઢી હજારની વધુ અરજદારોએ આ પોર્ટલનો લાભ લીધો છે. ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રેપ્રેન્યોર દ્વારા કરવામાં આવે છે. દાહોદમાં 294 વીસીઇ છે. રાજ્ય સરકારના કારણે ગ્રામ્યકક્ષાએ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા 294 યુવાનોને સીધી રોજગારી મળી છે. આ યુવાનોને અરજી દીઠ નિયત કરેલી ફીમાંથી કમિશન અપાય છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed