સુવિધાનો લાભ: દાહોદના 699 ગામોમાં 732 કોવિડ કેર સેન્ટરમાં 14581 બેડની સુવિધા, 857 લોકોએ લાભ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • વિલેજ કોવિડ કેર સેન્ટર શંકાસ્પદ-માઇલ્ડ દર્દીઓ માટે આઇસોલેટ-સાજા થવાની મોટી સુવિધા

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે દરેક ગામમાં વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કર્યા છે. દરેક પંચાયત દીઠ એક કમ્યુનિટિ કોવિડ કેર સેન્ટર ઊભું કરવાના ઉદ્દેશ સાથે જિલ્લાના 699 ગામોમાં 732 જેટલા વિલેજ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે ે ત્યાં 14581 બેડની વ્યવસ્થા કરી છે. જયાં વસ્તી વધારે હોય એ પ્રમાણે સેન્ટર પણ વધારે તૈયાર કર્યા છે. તાલુકા પ્રમાણે દાહોદમાં 90, ઝાલોદમાં 115, ફતેપુરામાં 87, સિંગવડમાં 86, લીમખેડામાં 83, બારીઆમાં 87, ધાનપુરમાં 89, ગરબાડામાં 41, સંજેલીમાં 54 સેન્ટર શરૂ કર્યા છે.

આ કોવીડ કેર સેન્ટર ખાતે ફક્ત શંકાસ્પદ, કોરોનાના લક્ષણો ન જણાતા હોય એવા કે માઇલ્ડ લક્ષણો ધરાવતાને જ રાખે છે. જિલ્લાના 732 વિલેજ કોવિડ કેર સેન્ટરોમાં અત્યાર સુધી 857 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ આ સેન્ટરનો લાભ લીધો હતો. આ સેન્ટરો ખાતે દવાઓ, ઓક્સીમીટર વગેરેની વ્યવસ્થા સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરી છે. કામગીરી પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા કરી રહી છે. યોગ્ય સંચાલન-વ્યવસ્થા માટે જ દસ આગેવાનોની સમિતિ બનાવી છે.

115 નવા કોરોના સંક્રમિતો નોંધાયા
​​​​​​​દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 115 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 1490 સેમ્પલો પૈકી 84 અને રેપીડના 1115 સેમ્પલો પૈકી 31 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 15, દાહોદ ગ્રામ્યના 4, ઝાલોદ અર્બન 2, ઝાલોદ ગ્રામ્ય 18, દે.બારિયા અર્બન 12, દે.બારિયા ગ્રામ્ય 4, લીમખેડા 8, સીંગવડ 7, ગરબાડા 16, ધાનપુર 9, ફતેપુરા 15 અને સંજેલીના 5 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 99 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 865 થઇ છે. તો જિલ્લામાં સારવાર પામતા વધુ 6 દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે કુલ 303 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: