સુનાવણી: ઝાલોદ કોર્ટે અમિત કટારાના 5 દિ’ના રિમાન્ડ મંજૂર કર્યા, બંદોબસ્ત વચ્ચે અમિત કટારાને કોર્ટમાં રજૂ કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પોલીસે કુલ છ જેટલા આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં આ કેસમાં ઇમરાન ગુડાલાની એટીએસ દ્વારા હરિયાણાથી ધરપકડ કરાયા બાદ એટીએસની તપાસમાં પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદ એલસીબી દ્વારા ચિત્રોડિયા ખાતેથી અમિત કટારાની ધરપકડ કરતા જિલ્લાનું રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
પોલીસે અમિત કટારાનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરીને ઝાલોદ કોર્ટ ખાતે શુક્રવારના દિવસે હાજર કરવામાં આવ્યો હતો. જેમાં ઝાલોદ કોર્ટ દ્વારા અમિત કટારાના વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અમિત કટારાની ધરપકડ થતા જ નગરમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવતા નગરમાં આપઘાત પ્રકરણમાં પોલીસ દ્વારા તેના મોબાઈલ દ્વારા કોને ધમકી આપી તે તપાસ કરાતી નથી અને હિરેન પટેલ હત્યા કેશમાં રાજકિય કિન્નાખોરી રાજકીય કારકિર્દી પુરી કરવા માટે અમિત કટારાનું નામ આ કેશમાં નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ હત્યામાં પોલીસ દ્વારા અન્ય કારણોની પણ તપાસ કરવા માંગ કરાઈ હતી.
Related News
ધરપકડ: દાહોદ જિલ્લામાં ચોરી અને દારૂની હેરાફેરીમાં ફરાર ત્રણ ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
વિવાદ: વાંદરીયામાં સામાન્ય વાતે કાકાએ ભત્રીજાને માર્યો, કાકા તથા ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed