સુખસર ખાતે પશુ દવાખાનું 26 લાખના ખર્ચે તૈયાર થશે : 37 ગામોના પશુપાલકોને લાભ

સુખસર2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે દાયકાઓ અગાઉ પશુ દવાખાનાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.જે હાલ જર્જરિત અવસ્થામાં આવતા આ જગ્યા ઉપર નવીન પશુ દવાખાનાનું બાંધકામ કરવા માટે આજરોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા,ડોક્ટર કે. એલ.ગોસાઈ નાયબ પશુપાલન નિયામક દાહોદ,ઝાલોદ નાયબ કાર્યપાલક ઇજનેર ડી.જે.પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે સુખસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારા પણ હાજર હતા.તેમજ આ દવાખાનાના બાંધકામ પાછળ 26 લાખ રૂપિયા ખર્ચ થનાર હોવાનું જાણવા મળે છે. તેમજ આ પશુ દવાખાનામાં સુખસર આસપાસના 37 જેટલા ગામડાના પશુપાલકોને લાભ મળનાર હોવાનું પણ જાણવા મળે છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: