સિધ્ધિ મેળવી: કારઠ પ્રાથમિક શાળાના શિક્ષકે જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ પસંદગી થતાં જિલ્લાનું નામ રોશન કર્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Teacher Of Karath Primary School Got The First Number In The District And After Being Selected By The State Level, The Name Of The District Was Brightened

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાજ્યના છઠ્ઠા ઇનોવેશન ફેરમાં શિક્ષણમાં ICT નો ઉપયોગ રજુ કર્યો હતો ચાર ઓફલાઈન અને બે ઓનલાઈન એપ સાથે વિવિધ ઓનલાઈન ઈન્ટરનેટ રમતો બનાવી

કારઠ પ્રાથમિક શાળાના શિક્ષકે ઇનોવેશન ફેરમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી 15 અને 16 માર્ચે આઇડીયલ સ્કૂલ વડોદરા ખાતે યોજાયેલા રાજ્યના છઠ્ઠા ઇનોવેશન ફેરમાં શિક્ષણમા ICT નો ઉપયોગ રજુ કર્યો હતો. ચાર ઓફલાઈન એપ અને બે ઓનલાઇન એપ, કોમ્પ્યુટર ઓફલાઇન ક્વિઝ, વિવિધ ઓનલાઈન ઈન્ટરનેટ રમતો બનાવી હતી. આમ રાજ્યકક્ષાએ પસંદગી થતાં જિલ્લાનું નામ રોશન કર્યું છે.

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાનું ઇનોવેશન “શિક્ષણમાં ICT નો ઉપયોગ” રજૂ કર્યું

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રેરિત, નયારા એનર્જી લિમીટેડ દ્વારા અનુદાનિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા તથા આઇટુવી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છઠ્ઠા રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન આઇડિયલ સ્કૂલ વડોદરા ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં દાહોદ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી કારઠ પ્રાથમિક શાળાના શિક્ષક ઇશ્વરસિંહ બારીઆએ રાજ્ય કક્ષાના ઈનોવેશન ફેરમાં પસંદગી મેળવી 15 અને 16 માર્ચે વડોદરા ખાતે પહોંચી આઇડિયલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાનું ઇનોવેશન “શિક્ષણમાં ICT નો ઉપયોગ” રજૂ કર્યું હતુ.

સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ પરિવારે શુભેચ્છા પાઠવી

જેમાં તેમણે ચાર ઓફલાઈન એપ, બે ઓનલાઇન એપ, કોમ્પ્યુટર ઓફલાઈન ક્વિઝ, વિવિધ ઓનલાઇન ઇન્ટર એક્ટિવ રમતો બનાવી હતી. રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશનમાં પોતાનું ઇનોવેશન રજૂ કરી કારઠ પ્રાથમિક શાળા અને સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કરતા શાળા પરિવાર અને સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: