સાવચેતી: દિવાળીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ સતર્ક બની
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
એસપી જોયસરે કહ્યું કે, દાહોદમાં દિવાળીમાં ગ્રાહકોની ભીડ રહે છે. હવે આ વર્ષે સ્થિતિ જુદી છે. ભીડથી કોરોનાનું સંક્રમણ પ્રસરવાની શક્યતા વધુ રહે છે. ખરીદીના સમયે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું સૌના માટે હિતાવહ છે. વળી, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ભૂલાય નહી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દિવાળીના પર્વને અનુલક્ષીને સુરક્ષાના કદમ લેવાઇ રહ્યા છે.
મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. બહાર વેકેશન કરવા પર જવાના સંજોગોમાં નાગરિકો પોતાના ઘરની વિગતો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરે, તેની માલ-મિલકતની સલામતીને લગતી વ્યવસ્થા ગોઠવી શકાય. દાહોદમાં દિવાળીના પર્વમાં જાહેર સ્થળો ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. એથી નાગરિકો નિયત કરવામાં આવેલા સમયગાળા દરમિયાન જ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે એવો અનુરોધ કર્યો છે. એસપીએ કહ્યું કે, દાહોદના વેપારીઓ પણ તકેદારી રાખે એ જરૂરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed