સારવાર: MPના ઝાબુઆની સગર્ભા મહિલાનું પિયર બની દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ, કોરોના સંક્રમિત સગર્ભા મહિલાનું પરિવારની માફક રખાઈ રહી છે કાળજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચાર દિવસ બાયપેપ પર રહ્યા બાદ સગર્ભાએ કોરોના સામેનો નિર્ણાયક જંગ જીત્યો

દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ કોરોના વાયરસથી સંક્રમિત એક સગર્ભા પરિણીતાનું પિયર બની છે. ગર્ભમાં ઉછરી રહેલા બે બાળકો અને માતાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. એક પખવાડિયા પહેલાની તેમની સ્થિતિને જોતા એવું કહેવામાં કોઇ જ અતિશ્યોક્તિ નથી કે આ પરિણીતા મોતના મુખમાંથી બહાર આવી છે. મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે રહેતા સંજયભાઇ હાંડાના 22 વર્ષીય પત્ની અંતિમબાળાને માર્ચ મહિનાના મધ્યમાં કોરોના લાગ્યો હતો. તે દરમિયાન તેઓ હોમ આઇસોલેટ રહ્યા હતા. પણ શ્વાસમાં ભારે તકલીફ થવાના કારણે તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવામાં તેમની તબીયત વધુ ખરાબ થતાં ગત્ત તા. 25 એપ્રિલ ના રોજ અહીંની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓ આવ્યા ત્યાં તેમની સ્થિત અતિ ગંભીર કહી શકાય એવી હતી. કોરોનાની બીજી લહેર ગર્ભવતી મહિલાઓને વધુ પ્રમાણમાં અસર કરતી હોવાથી ઝાયડ્સ ના ડો. કમલેશ નિનામા માતા અને તેમના બાળકને બચાવવા માટે લાગી ગયા હતા. તબીબી પરિક્ષણમાં એવી બાબત પણ ધ્યાને આવી હતી કે અંતિમબાળાના પેટમાં જોડિયા બાળકો આકાર લઇ રહ્યા છે. શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ 88 જેટલું થઇ જતાં વિના વિલંબે તેમને તા. 29 ના રોજ બાયપેપ વેન્ટીલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા. બાયપેપ વેન્ટીલેટર ઉપર આવવાના સાથે જ અંતિમબાળાનો જિંદગી સાથે જંગ શરૂ થઇ ગયો હતો. પણ, તેમણે ડર રાખ્યા વિના કોરોનાનો સામનો કર્યો. દ્રઢ આત્મવિશ્વાસને સહારે તેઓ ટકી રહ્યા અને કોરોના સામેનો નિર્ણાયક જંગ જીતી ગયા. મોતને હાથ તાળી આપીને આવી ગયા. અંતે, સ્થિતિ સુધારા ઉપર આવતા ગત્ત તા. 1 મે ના રોજ બાયપેપ ઉપરથી માત્ર ઓક્સીજન ઉપર રાખવામાં આવ્યા. હવે તેની સુધારા ઉપર છે.

તેમની ગર્ભાવસ્થાને ધ્યાને રાખીને હોસ્પિટલમાં હાઇપ્રોટીન જમવાનું આપવામાં આવે છે. ઉપરાંત, હોસ્પિટલમાં કામ કરતી પરિચારિકાઓ તેમનો સગી ખાસ ખ્યાલ રાખ્યો. સમયસર જમવાનું, શારીરિક સંભાળ સહિતની નાનીનાની બાબતોની અહીં સારી રીતે ખેવના લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: