સારવાર: દાહોદમાં વીજ કરંટ લાગતાં ઘાયલ વાંદરાનો રેસ્ક્યૂ ટીમે જીવ બચાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એક હાથ લૂલો થઇ ગયો : શરીરે ગંભીર ઇજા પહોંચી

દાહોદ શહેરમાં મુવાલિયા ફાર્મ પાસે ચાલુ વીજ લાઇનને અડકતા એક વાનરને કરંટ લાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઓલ એનીમલ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને સમયસરની સારવાર આપતાં વાનરનો જીવ બચી ગયો હતો. દાહોદ શહેરમાં મુવાલિયા ફાર્મ પાસે કુદાકુદ કરતી વાનર ટોળકી પૈકીના એક વાનરે ચાલુ વીજ લાઇનને પકડી લેતાં તેને કરંટનો જોરદાર ઝાટકો વાગ્યો હતો.

કરંટને કારણે વાનર ગંભીર રૂપે ઘાયલ થયો હતો. બનાવની જાણ થતાં ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપના સભ્યો કૃષાલ ભુગદે, હિરલ જાદવ, સિદ્ધાર્થ ખપેડ અને સંસ્કાર ટેલર ઘટના સ્થળે ધસી ગયા હતાં. શરીરે ઉઝરડા પડી ગયા હોઇ પીડાથી કણસતા વાનરને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપી પશુચિકિત્સક દર્શન ડામોરને તેડાવ્યા હતાં. વાનરને મળેલી તાત્કાલિક સારવારને કારણે તેનો જીવ તો બચી ગયો હતો પરંતુ કરંટને કારણે તેનો એક હાથ લુલો થઇ ગયો હતો. વાનરને અંતે વન વિભાગને સોંપી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: