સારવાર: દાહોદમાં ઘાયલ અજગરનું અઘરું ઓપરેશન કરાવી નવજીવન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • મહુડી ગામે લાકડી અને પથ્થરથી અજગરને ઘાયલ કરાયો હતો
  • અજગરને જડબાના ભાગે 5 ટાંકા આવ્યા: પ્રકૃતિ મિત્ર મંડળનું સ્તુત્ય કાર્ય

દાહોદ જિલ્લાના ઝાલોદના મહુડી મુકામે નીકળેલ અજગરને અજાણ્યા શખ્સો દ્વારા લાકડીના ફટકા મારી મૃત સમજી છોડી દેવાયો હતો. બેભાન અજગરને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના નિષ્ણાત સર્પવિદ્દોએ દાહોદ લાવી નિષ્ણાંત તબીબો પાસે તેનું ઓપરેશન કરાવતા અજગરને નવજીવન સાંપડ્યું હતું.

દાહોદથી આશરે 35 કિમીના અંતરે આવેલ ઝાલોદ તાલુકાના મહુડી મુકામે એક ઘાયલ અજગર હોવાની જાણ કરાતાં પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો શાહિદ શેખ અને મેહુલ પરમાર સત્વરે આ સ્થળે જવા રવાના થયા હતા. પરંતુ, આ લોકો પહોંચ્યા ત્યારે લાકડી અને પથ્થર વડે અધમુઓ થયેલ આ ઘાયલ અજગર મૃત્યુ પામ્યો હોવાની તેમને જાણ થઈ હતી. અને એમ પણ સામાન્ય નજરેય અજગર મરેલો જોવાતા પ્રકૃતિપ્રેમીઓ નિરાશ વદને દાહોદ પાછા ફર્યા હતા. બાદમાં આ અજગરમાં સળવળાટ જોવા મળતા ઝાલોદ ખાતે બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા રાહુલ લોનીવાલ નામે જાગૃત વનકર્મીએ ઝાલોદ ખાતે જ આ અજગરની સારવાર કરાવી હતી. અને બાદમાં પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીને જાણ કરાતા તેમને સત્વરે નિર્ણય લઈને આ ઘાયલ અજગરને દાહોદ સ્થિત ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે તેડાવી લીધો હતો. અને બાદમાં તા.22-12-2020ને મંગળવારે જ પશુ ચિકિત્સક પ્રકૃતિપ્રેમી તબીબ ડો.મનોજ મહેતા તથા તેમની ટીમ અને અન્ય તબીબ ડો. અનુ શીતલ શાહે, પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દોની મદદથી મંડળ ખાતે જ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. અને ફટકાના મારથી અજગરના ફાટી ગયેલા જડબાને પાંચ ટાંકા લઈ અઘરું ગણાતું ઓપરેશન પાર પાડયું હતું.

આશરે 7 ફૂટ લંબાઈ અને 8 કિગ્રા વજન ધરાવતા આ અજગરની તબિયત બીજા દિવસે બુધવારે સુધારા હેઠળ છે અને અજગર હાલમાં પુન: કુદરતી સળવળાટ કરતો થઈ ગયો છે તેવી માહિતી મળી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: