સાબરકાંઠાના મહિલા ખેડૂતોની બારીયાની મુલાકાત

Dahod - latest dahod news 022030

+7બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ. પશુ વિજ્ઞાન કેન્દ્ર (લીમખેડા), આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા દ્વારા દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઉધાવાળા અને લીમખેડા તાલુકાના પાણીયા ગામના પશુપાલકોને ઘાસચારા રજકા જુવાર પ્રથમ હરોળના નિદર્શન હેઠળ વિતરણ કરવામાં આવી. ડો. ગુણવંત થોરાત, મદદનીશ પ્રાધ્યાપક પશુ વિજ્ઞાન કેન્દ્રએ આ ઘાસચારાની જુવાર વાવણીની પદ્ધતી અને વર્ષ દરમિયાન ૧૦-૧૨ કાપણી બાબતે સવિસ્તર સમજણ આપી.

દાહોદ. રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ અંતર્ગત આત્મા યોજના સાબરકાઠાના જીલ્લાના તલોદ તલોદતાલુકાનાં જુદાજુદા ગામોની ૪૩ પશુપાલક બહેનોએ દેવગઢ બારિયા ખાતે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનુ આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્રની મુલાકાત લીધેલ હતી. ડો. ગુણવંત થોરાત, મદદનીશ પ્રાધ્યાપક, પીવીકેએ આદિવાસી સંશોધન વ- તાલીમ કેન્દ્ર, આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્ર અને પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડુતલક્ષી ખેતી અને પશુપાલનમાં કરાતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તીઓ અને લેવામાં આવતા પાક અખતરાઓની માહિતી મુલાકાતે આવેલ બહેનોને આપેલ હતી.

દાહોદ રેડક્રોસની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

દાહોદ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખાની 2017-18 વર્ષની 46મી વાર્ષિક સાધારણ સભા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. નવનીત તનેજા, ચેરેમન ડો. ઇકબાલહુસૈન લેનવાલા, વા.ચેરમેન બાબુલાલ અગ્રવાલ, વિકાસભાઇ ભુતા, મુકુંદરાય કાબરાવાલા, જવાહરભાઇ શાહ, કન્વીનરો, કારોબારી સભ્યો, આજીવન સભ્યો હાજર રહ્યા હતા.

કાલોલમાં પથસંચલન કાર્યક્રમ યોજાયો

કાલોલ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે પથસંચાલન અને શસ્ત્ર પૂજનનું આયોજન જીલ્લા કાર્યવાહ હિરેનભાઈ પંડ્યા જીલ્લા સહ કાર્યવાહ ધનંજય ભાઇ ચૌહાણ તાલુકા કાર્યવાહ રોનક ભાઇ પંચાલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

માતાજીના ગર્ભગૃહને ફુલોથી શણગાર્યું

ગોધરાના પ્રસિદ્ધ અને પૌરાણિક મહાકાળી માતાજી શક્તિ પીઠના ગભૅગૃહને તથા પટાંગણને શરદ પૂનમને અનુલક્ષીને ફુલોથી શણગારવામા આવ્યું હતું.

દાહોદમાં શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં વૈષ્ણવાચાર્યજીએ પ્રભુસેવા અને સમર્પણનું મહત્વ દર્શાવ્યું

દાહોદ . સમજણના અભાવે સારું કરેલું બધું નિરર્થક બની જાય છે. એટલે સંજોગોને સ્વીકારીને યોગ્ય તે કરવું તે એક જાતનું તપ જ છે. વૈષ્ણવાચાર્યજીએ આવું જણાવતા દાહોદ ખાતે યોજાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવના ત્રીજા દિવસે ભક્તો હૃદયથી ભીંજાઈ ગયા હતા. દાહોદના દેસાઇવાડમાં આવેલ શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર ખાતે બુધવારે પણ ભક્તોની હકડેઠઠ ભીડ ઉમટી હતી. દાહોદના સ્વ. સાકરલાલ અને સ્વ. જમુબેન ગાંધીના પરિવારજનોના સૌજન્યથી યોજાયેલ આ શિક્ષાપત્ર રસપાન મહોત્સવ અંતર્ગત વક્તા વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને પ્રવચન આપતા જણાવ્યું હતું કે મર્યાદામાર્ગમાં સ્વીકાર છે તો પુષ્ટિમાર્ગમાં અંગીકાર છે. મીઠું બોલીને સંસારી જ બનાવી રાખે તે કરતા કડવું બોલીને ભગવાન તરફ વાળે તે શ્રેષ્ઠ છે. શ્રી હરીરાય મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર સંદર્ભે દર્શાવતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે માનવ મનમાં જયારે પ્રસન્નતા ના હોય ત્યારે જ ચિત્ત ભટકે છે અથવા ઉદાસીનતા દરમ્યાન મન ભટકે છે. વૈષ્ણવતા નામની સુગંધ, સેવામાં ઘસાય ત્યારે જ તે સમાજોપયોગી કામમાં ફેલાય છે. બુધવારે શરદ પૂર્ણિમાના અવસરે વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજીની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન થયું હતું,. જેમાં અબાલ વૃદ્ધ સહિતના વણિક જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

દાહોદમાં દિગમ્બર જૈન મંદીરનો શિલાન્યાસ કાર્યક્રમ

દાહોદ. દાહોદ શહેરના ગોદીરોડ મહાવીર નગર જૈન સોસાયટીમાં શ્રી 1008શાંતિનાથ નવીન દિગમ્બર જૈન મંદીરનો શિલાન્યાસ કાર્યક્રમ બુધવારના રોજ રાખ્યું હતું. આ શુભ પ્રસંગે આચાર્ય વિમદ સાગરજી મહારાજ અવમ સંઘના મંગળ આશિષથી સમસ્ત દાહોદ દિગમ્બર જૈન સમાજ એવમ આસપાસના શહેરોથી પણ જૈન સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુવર્ણ, રજત અને કાંસ્યની શિલાઓનું નૂતન જિનાલયના ભૂમિના ગર્ભમાં ઉતારી ભૂમિની શુદ્ધિ અને જાગૃત કરવા આવી હતી.

દાહોદના ખેલાડીઓએ 20 સ્પર્ધામાં ભાગ લીધો

દાહોદ. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના ખેલાડીઓએ આંતર કોલેજ કક્ષાએ સફળતા હાંસલ કરી હતી. નવજીવન સાયન્સ કોલેજ, દાહોદની સ્થાપના 1973માં થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી 20 સ્પર્ધાઓમાં ભાગ લઇને એક નવો જ કિર્તીમાન સ્થાપેલ છે.

દિવાળી પૂર્વે સાફસફાઈના મૂડ સાથે દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ

દાહોદ . દાહોદ નગર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્માર્ટ સીટી તરીકે હવેના સમયમાં આકાર પામનાર દાહોદમાં ટ્રાફિક, ગંદકી, રોગચાળા, દબાણ સહિતની અનેક સમસ્યાઓ પારાવાર હદે વકરી છે. ત્યારે શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલ શૌચાલયને તોડી પાડી તેની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

પાવાગઢ અને તાજપુરા ખાતે શરદ પૂનમ ની દબદબાભેર ઉજવણી

હાલોલ. પાવાગઢ યાત્રા ધામ અને તાજપુરા ખાતે શરદ પૂનમ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી પાવાગઢ માં આસો નવરાત્રીમાં લાખો માઇભક્તો એ દર્શન નો લાભ લઇ પોતાની જાત ને ધન્યતા અનુભવી હતી . શરદ પૂનમ ને લઇ આગલા દિવસ થી જ પાવાગઢ જતા પગપાળા સંગો રથો નો મેળાવડો જામતા હાલોલ થી પાવાગઢ સુધી માતાજી ના જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઊઠ્યુ હતું .તો બીજી તરફ યાત્રાધામ તાજપુરા ખાતે મોટી સંખ્યા માં ભક્તો આવાની વકી ને લઇ સુરક્ષા અને સલામતી માટે તંત્ર દવારા આગોતરું આયોજન કરવામાં આવ્યુ હતુ .પાવગઢ માં હજુ જિલ્લા કલેક્ટર ના જાહેરનામા ને લઈ ખાનગી વાહનો ઉપર લઈ જવા પર પ્રતિબંધ હોય એસટી ની વધારે ની સેવા યથાવત રખાઈ હતી .વહેલી સવારે માતાજી મંદિરના નિજ દ્વાર દર્શન માટે ખોલી દેવાતા મોટી સંખ્યા માં ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો તો બીજી તરફ યાત્રાધામ તાજપુરા માં પણ આજે પૂનમ ને લઈ બાપુ ની અનઉપસ્થિતિ માં ભક્તો ની આસ્થા અકબંધ જોવા મળી હતી. વહેલી સવારે આરતી બાદ પાદુકા પૂજન અને ત્યાર બાદ ભજન સંધ્યા નો કાર્યકમ યોજાયો હતો અને છેલ્લે દર્શને આવેલ નારાયણ ભક્તો માટે મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું. હવે દેવ દિવાળી 23 નેવમ્બર ના રોજ અન્નકૂટ નું આયોજન કરાશે નું જાણવા મળેલ છે

આજે ગોંવિદ તળાઇ તથા ચોરબારીયા ખાતેથી એકતા રથ યાત્રાનો શુભારંભ

દાહોદ. દાહોદ જિલ્લામાં બે એકતા રથનું પરીભ્રમણ ગાંમડાઓમાં થઇ રહ્યું છે. રોજે રોજ ૧૦ થી ૧૨ ગામોમાં આ એકતા રથ પરિભ્રમણ કરી દેશની એકતા અખંડિતતા માટેનો સંદેશ લોકો સુધી પહોંચડાવામાં આવી રહયો છે. ગામેગામ આ એકતા રથયાત્રાનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ એકતા રથ તા. ૨૫ના રોજ સંજેલી તાલુકામાં જુદા જુદા ૧૨ ગામોમાં પરિભ્રમણ કરશે. આ એકતા રથની શુભારંભ ગોવિંદા તળાઇ ખાતેથી કરવામાં આવશે ત્યારબાદ થાળા સંજેલી, ભામણ, વાંસીયા, ધાવડીફળીયા, બોડિયાભીંત, ઝરોર, ધમેણા, ચાકીસણા, ઢાલસીમળ, કુંડા ખાતે પરિભ્રમણ કરી હિરોલા ખાતે રાત્રિ રોકાણ કરશે. તેવીજ રીતે ધાનપુર તાલુકામાં જુદા જુદા ૧૧ ગામોમાં પરિભ્રમણ કરશે. આ એકતા રથની શુભારંભ ચોરબારીયા ખાતેથી કરવામાં આવશે ત્યાર બાદ ચોરબારીયા, બેડાત,નાકટી,બોંધડવા, કોઠારીયા, મોઢવા, રામપુર, વેડ, ખોખરા, તરમકાચ, કુંદાવાડા ખાતે પરિભ્રમણ કરી કરશે. હિરોલા તથા કુંદાવાડા ખાતે રાત્રિ રોકાણ કરશે અને સાંજે ૫ થી ૬ કલાકે બન્ને જગ્યાએ ખેડૂત સભા યોજાશે.

વીરપુર તાલુકાના ભરોડી ગામેથી એકતાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

વીરપુર. વીરપુર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથનો પ્રારંભ તાલુકાના ભરોડી ગામેથી કરવામાં આવ્યો. દેશની એકતા અને અખંડ ભારતના મહાન શિલ્પી સરદાર પટેલની જન્મ જ્યંતિના દિવસે વિશ્વની સૌથી ઉંચી 182 મીટર ઉંચાઈની પ્રતિમા નું અનાવરણ થવા જઈ રહ્યું છે અને જે ના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વીરપુર તાલુકામાં ભરોડી ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો જેમાં જિલ્લા પ્રમુખ, વીરપુર મામલતદાર વી.ડી પટેલ, તાલુકા વિકાસ અધિકારી આર.કે મકવાણા તેમજ ગ્રામજનો મોટી સઁખ્યામા માં ઉપસ્થિત રહ્યા હતા,જયારે તાલુકાના તમામ તલાટી કમ મંત્રી હડતાલ ને લઈ કાર્યક્રમથી અડગ રહેતા ગ્રામ પંચાયત કક્ષાએ આયોજનમાં કોઈ કમી ન રહે અને સફળતા પૂર્વક કાર્યક્રમ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી આર કે મકવાણા એ સ્થાનિક લોકો જોડે સંકલનમાં રહી એકતા રથનો સફળતા પૂર્વક પ્રારંભ કરાવ્યો હતો તથા આ રથ તાલુકામાં 24,25.તેમજ 28 તારીખ સુધી વિવિધ ગામોમાં ફરશે અને એકતાનો સંદેશો આપશે.


Related News

Comments are Closed

%d bloggers like this: