સાપનું રેસ્ક્યૂ: 19 નાગ, 22 ઝેરી સર્પ તેમજ 26 ધામણ સહિત 49 સર્પોનું રેસ્ક્યૂ
દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક
દાહોદમાં ચોમાસાના આરંભ સાથે સાપ નીકળવાનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં વધ્યું છે.
- દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સપ્તાહમાં 71 સાપનું રેસ્ક્યૂ
- પકડાયેલા 30 % સાપ ઝેરી: જાનના જોખમે સાપ પકાડાયા
દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા એક જ સપ્તાહમાં 71 ઝેરી- બિનઝેરી સર્પોને રેસ્ક્યૂ કરી પકડી લેવાયા છે. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સતત ત્રણ ઉપરાંત દાયકાથી શહેર અને આસપાસના વિસ્તારોમાં નીકળતા સર્પોને રેસ્ક્યુ કરવામાં આવે છે. તાજેતરમાં ચોમાસાના આરંભ બાદ સ્નેક રેસ્ક્યુ કરતા સભ્યોને અવારનવાર સાપ નીકળવાના કોલ મળતા રહે છે.
દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દો કિન્નર દેસાઈ અને જુઝર બોરીવાલાના માર્ગદર્શનમાં સ્નેક રેસ્ક્યુ કરતા શાહિદ શેખ, મેહુલ પરમાર, કલ્પેશ કતીજા, ચિરાગ તલાટી, આકાશ પસાયા, સન્ની ભાભોર, અંકિત કટારા, રાહુલ રાયચંદ, પુખરાજ ચોપડા, રાકેશ પાંડરિયા, લલિત મહાવર વગેરેએ તા.11 જુલાઈથી માત્ર એક જ સપ્તાહમાં દાહોદના શહેરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 71 સાપ પકડીને સલામત સ્થળોએ છોડી મુક્યાં છે. રેસ્ક્યુ કરવામાં આવેલા આ સર્પો પૈકી ઝેરી ગણાતા 19 નાગ (કોબ્રા) પણ પકડી લેવાયા હતા. તો 5 થી 9.5 ફૂટ લંબાઈ ધરાવતી બિનઝેરી એવી 22 ધામણ પણ રેસ્ક્યુ કરવામાં આવી છે.
આ સિવાય દાહોદ પંથકમાંથી અનેક વખત પાટલા ઘો, ચેમેલીયન જેવા રેપ્ટાઈલ્સ પણ પકડાતા રહે છે. ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ મિત્ર મંડળ સિવાય દાહોદ તાલુકામાં સર્પ રેસ્ક્યુ કરતા અન્ય લોકો પણ સાપ પકડે છે એ હિસાબે રેસ્ક્યુ થયેલ સાપનો આંક હજુ વધુ પણ હોઈ શકે છે.
કયા-કયા સાપ પકડાયા?
દાહોદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દોએ તા.11 થી 17 જુલાઈના સપ્તાહ દરમિયાન જ 19 નાગ (કોબ્રા), 26 ધામણ (રેટ સ્નેક), 15 ડેંડવાળા (ચેકર્ડ કીલબેક), 3 વરુદંતી (વુલ્ફ સ્નેક), 2 બિલ્લી સાપ (કેટ સ્નેક), 2 કાળોતરા (ક્રેટ), 2 કોમન કુકરી (બફસ્ટ્રીપ કીલબેક), 1 દરગોઈ (સેન્ડ બોઆ), 1 ફુરસા (રસેલ્સ વાઈપર) મળી કુલ 71 સર્પ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી 19 કોબ્રા, 2 કાળોતરા અને 1 રસેલ્સ વાઈપર મળી 22 સાપ ઝેરી અને બાકીના 49 સાપ બિનઝેરી પ્રકારના હતા..
35 પૈકીના 5 લોકોનું સર્પદંશથી મોત
દાહોદ પંથકમાં સાપ કરડવાના બનાવો પણ વધતા જાય છે, ત્યારે જુલાઈ માસના 19 દિવસમાં દાહોદ શહેર અને તાલુકામાં સ્નેક બાઈટના કેસો પૈકી કુલ 30ને તૈયારીમાં જ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાતા ASV ઇન્જેક્શન આપી સમયસર સારવાર અપાતા બચી ગયા છે, તો લીમખેડા તાલુકાના 3 સહિત જિલ્લાના 4 થી 5 વ્યક્તિઓને ઝેરી સાપ કરડવાથી હોસ્પિટલમાં પહોંચાડાય તે અગાઉ જ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
દરમાં પાણી ભરાતાં સાપ બહાર આવે છે
વરસાદ પડતાં સાપના દરમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં સાપ બહાર આવે છે, જેને લઈને લોકો ભયભીત થતા અગાઉની માફક સાપને મારી નાંખવા બદલે જાગૃતિ દાખવી સર્પ રેસ્ક્યુ કરતા સભ્યોને કોલ કરતા થયા છે તે પર્યાવરણના સંતુલન માટે સારી નિશાની છે. > અજય દેસાઈ, રેસ્ક્યૂઅર
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed