સાતકુંડામાં જીપની ટક્કરે આંગણવાડીની વિઝિટમાં જતી મહિલાના પગે ફ્રેક્ચર
- બાઇક ચલાવનાર કોઇ ન હોવાથી મહિલા દિયરને લઇને જતા હતા
- જીપે સામેથી રોંગ સાઇડમાં આવી મહિલાને અડફેટે લીધા
દિવ્ય ભાસ્કર
Aug 10, 2020, 04:00 AM IST
દાહોદ. સાતકુંડાના શારદાબેન રાઠવાને 27 જુલાઇ બારા ગામે આગણવાડીઓની વિઝીટમાં જવાનું હોઇ અને મોટર સાયકલ ચલાવનાર કોઇ ન હોઇ જેથી તેમના દિયર રાહુલકુમાર કંચનભાઇ પરમાર (બારીઆ)ને બોલાવ્યો હતો. ત્યાર બાદ રાહુલકુમાર જીજે-20-એકે-0831 નંબરની બાઇક ઉપર ભાભી શારદાબેનને બેસાડી સવારના અગ્યારેક વાગ્યાના અરસામા સાતકુંડાથી બારા ગામે આગણવાડી ઉપર જવા નિકળાયા હતા. ત્યારે પાણીવાસણ ગામે જતા સામેથી એક જીજે-06-સીએમ-1966 નંબરની મેક્ષ જીપ ગાડીના ચાલકે તેની જીપ પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક રોંગ સાઇટે હંકારી લાવી ટક્કર મારતાં બાઇક ઉપર સવાર બન્ને ભાભી દિયર ફેંકાઇ ગયા હતા.
જેમાં શારદાબેનને જમણા પગના થાપાના ભાગેથી ભાગી ગયો હતો તેમજ શરીરે પણ ઇજાઓ થઇ હતી. જેથી તાત્કાલિક મેક્ષ જીપના ડ્રાઇવરને તેની ગાડી ઉભી રખાવી અને તેની જ ગાડીમાં શારદાબેનને દે.બારિયા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગોધરા ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે રાહુલકુમાર કંચનભાઇ પમારે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed