સાચી સેવા: કોરોનાગ્રસ્ત તબીબનો સેવાયજ્ઞ, સંક્રમિત હોવા છતાં કોરોના વાર્ડમાં દર્દીઓની સારવારમાં જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઝાયડસ હોસ્પિટલ તબીબ કોરોના સંક્રમિત છતાં પોઝિટિવ દર્દીઓને મદદરુપ
  • દાહોદમાં તબીબો સાથે હવે તો શબવાહિનીના કર્મચાારીઓ પણ વ્યસ્ત થઇ ગયા

દાહોદ જિલ્લામાં હવે કોરોના કાબુમાં નથી. બીજી તરફ તબીબો દર્દીઓની સારવાર દેવદુત બનીને કરી રહ્યાં છે. ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં એક તબીબ કોરોનાની સારવાર લેતા લેતા પણ અન્ય દર્દીઓની સારવારમાં મદદરુપ થઇ રહ્યા છે. આ કોરોના કાળમાં ઘણે ઠેકાણે આવા ઉદાહરણો જોવા મળ્યા છે.

કોરોના પોઝિટિવ તબીબ અન્ય દર્દીઓની શક્ય તેટલી દેખભાળ કરે છે

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાયે તબીબો, આરોગ્ય તેમજ વહીવટી કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. તે તમામે કોરોનાને મ્હાત આપી છે. ત્યારે વહીવટી વડાઓ તો હાલમાં કોરોના પોઝિટિવ હોવાથી ક્વોરોન્ટાઇન છે. ત્યારે અન્ય સ્ટાફ વર્તમાનમાં પણ કોરોનાનો ભોગ બની રહ્યો છે.

ડોક્ટર્સ તેમજ કર્મચારીઓ રાત દિવસ સેવા કરી રહ્યાં છે

ઝાયડસ હોસ્પિટલ હાઉસફુલ છે અને ડોક્ટર્સ તેમજ કર્મચારીઓ રાત દિવસ સેવા કરી રહ્યાં છે. નોડલ ઓફિસર ડો.કમલેશ નિનામા ખડે પગે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને તેમને સાથી તબીબોનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. તેવી જ રીતે સફાઇ કર્મીઓ તેમજ હવે તો શબવાહિનીના કર્મચાારીઓ પણ રાત મધરાત જોયા વિના ફરજ બજાવી રહ્યા છે.

કોરોનાગ્રસ્ત હોવા છતાં કોવિડ વોર્ડમાં અન્ય તબીબો અને સ્ટાફની મદદ કરે છે

તેવા સમયે ઝાયડસમાં ફરજ બજાવતા એમબીબીએસ તબીબ ડો.સુવાસ પટેલ કોરના સંક્રમિત થયા છે. જેથી તેઓ ઝાયડસમાં જ દાખલ થયેલા છે. અને સારવાર લઇ રહ્યા છે. એક તરફ તેઓ પોતો કોરોનાગ્રસ્ત હોવા છતાં કોવિડ વોર્ડમાં અન્ય તબીબો અને સ્ટાફની મદદ કરી રહ્યા છે. જે સ્ટાફ કેવિડની સારવાર કરે છે તેમને જરુરી સલાહ સુચન આપીને સારવારમાં મદદરુપ થઇ રહ્યા છે. આમ પોતો સારવાર લઇ રહ્યા હોવા છતાં અન્ય દર્દીઓની શક્ય તેટલી દેખભાળ કરી રહ્યા છે.

ડો.સુવાસ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે બીજુ કંઇ નહી તો ઓરલી જેટલી મદદ થાય તેટલી કરુ છું. હાલ મારી તબિયત સારી છે. જેથી સ્ટાફ સાથે રહીને જે થાય તે કામગીરી કરુ છું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: