સાઇલેન્સર ચોરી: દાહોદ જિલ્લામાં કિંમતી ધાતુ માટે ઇકોના સાઇલેન્સર ચોરતી ટોળકી સક્રિય

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લીમખેડાથી બે વાનના સાઇલેન્સર ચોરાયા
  • પ્લેટિનમ, રેડિયમ અને પેલેડિયમ ધાતુનો પાઉડર મળતો હોવાથી કારસ્તાન

લીમખેડા નગરમાં પાર્ક કરેલી ઈકોગાડીમાંથી રાત્રિના સમયે સાઇલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. લીમખેડાની ચિત્રકૂટ સોસાયટીમાં ઘર આંગણામાં પાર્ક કરેલી ઈકો ગાડી તથા દાહોદ રોડ સ્થિત દુકાન આગળ પાર્ક કરેલી ઈકો ગાડીમાંથી રાત્રિના સમયે સાઇલેન્સર ચોરી થયા હતાં.

સાઇલેન્સરમાંથી મળી આવતી પ્લેટિનમ, રેડિયમ અને પેલેડિયમ ધાતુ માટે આ સાઇલન્સરની ચોરી કરાતી હોવાનું જાણવા મળ્યું છે. લીમખેડા નગરની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વાસુદેવ ચંદુલાલ ડબગરે પોતાની માલિકીની જીજે-07-DC-8767 નંબરની ઇકો ગાડી પોતાના ઘર આંગણામાં પાર્ક કરી હતી.તે દરમિયાન રાત્રિના સમયે કોઇ અજાણ્યા ચોર ઇકો ગાડીનું અંદાજીત 15 હજાર રૂપિયાની કિંમતનુ સાઇલેન્સર ચોરી કરી લઇ નાસી ગયા હતા.આ ઉપરાંત દાહોદ રોડ સ્થિત નાગીનભાઈ દરજીની દુકાન આગળ પાર્ક કરેલી તેમની ઈકો ગાડીમાંથી પણ રાત્રિના સમયે સાઇલેન્સર ચોરી થયાની વિગતો પ્રાપ્ત થઈ છે.વાસુદેવ ડબગરે લીમખેડા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

માટી સાથે ધાતુ કેમ ભેળવાય છે
ઇકો કારના સાઇલેન્સરમાંથી 900 ગ્રામ માટી મળી આવે છે.ભારતમાં દરેક વ્હિકલમાં એમીશનના સ્ટાન્ડર્ડ જાળવા એક્ઝોસ્ટ સિસ્ટમ કન્વર્ટર હોય છે. આ સિસ્મટમ વાહનમાંથી આવતા અવાજને ઓછો અને પોલ્યુશનને ફિલ્ટર કરે છે. આ પ્રોસેસને રેડોક્સ રિએક્શન કહેવાય છે. પ્રોસેસ
માટે એક્ઝોસ્ટ પાઇપની સપાટી પર પેલ્ટિનમ, રેડિયમ અને પેલેડિયમ ધાતુનું કોટીંગ આવે છે. તે ત્રણેને પ્લેટિનમ ગ્રુપ મેટલ પણ કહેવાય છે.

પ્લેટિનમ ગ્રૂપની ધાતુ દાગીનામાં વપરાય છે
સાઇલેન્સરમાંથી નીકળતી માટીની પ્રોસેસ કરવાથી તેમાંથી સોના કરતાં પણ મોંઘુ મનાતુ પ્લેટિનમ તથા રેડિયમ દાગીના માટે ઉપયોગમાં લેવાય છે. 900 ગ્રામ માટી બજારમાં 10 હજારના ભાવે વેચાય છે.

રાજ્યમાં સાઇલેન્સરની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય બની છે
રાજ્યમાં સાઇલેન્સરની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે. થોડા સમય પહેલાં જ આણંદમાં એક ગેંગ પકડાતા આખુ રહસ્ય બહાર આવ્યુ હતું. માટી કાઢી લીધા બાદ સાઇલેન્સર પણ કાળા બજારમાં વેચી દેતાં ચેરી કરતી ટોળકીને બંને તરફથી લાભ થાય છે. દાહોદ જિલ્લામાં આ ટોળકી સક્રિય થતાં વાહન માલિકોએ પણ સજાગ રહેવુ પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: