સર્વેક્ષણ હાથ ધરાશે: ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. 25 લાખનો ખર્ચ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદને ફાળવાયેલી મોબાઇલ ટીબી વાન દ્વારા 7817 એક્સ રે કાઢવામાં આવ્યા, 658 દર્દીઓ મળી આવ્યા દાહોદ જિલ્લામાંથી ટીબીને તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. 22થી ચાર દિવસ સર્વેક્ષણ હાથ ધરાશે
રાજરોગ ગણાતા ટ્યુબરક્યોલીસીસને સમગ્ર દાહોદ જિલ્લામાંથી તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. 22થી ચાર દિવસ સુધી સતત સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. આ સર્વે દરમિયાન કોઇ દર્દીને ક્ષયના દર્દીઓને સારવાર હેઠળ લાવવામાં આવશે. બજારમાં રૂ. પાંચેક હજારની એક ગોળી મળે છે એ બેડાક્યુલાઇન ટેબલેટ ટીબીના દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા સાવ મફતમાં આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં હાલમાં 70 દર્દીઓ આ દવાનો ડોઝ મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના એક દર્દીને સાજો કરવા પાછળ અંદાજે રૂ. 25 લાખનો ખર્ચ કરવામાં આવે છે.
સર્વેક્ષણ અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં ઉક્ત તારીખોના ચાર દિવસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ તમામ ઘરોમાં જઇને નાગરિકોના આરોગ્યની તપાસણી કરશે અને રોગના લક્ષણોની તપાસ કરશે. ટીબી રોગના સામાન્ય લક્ષણો બે અઠવાડિયા કરતા વધુ સમયથી ખાંસી, સાંજના સમયે જીણો તાવ આવવો, રાત્રે પરસેવો થવો, ભૂખ ના લાગવી, વજનમાં ઘટાડો થવો જેવા છે. ખાંસી વખતે ગડફામાં લોહી પણ દેખાઇ છે.
આ સર્વેક્ષણ દરમિયાન કોઇ દર્દીને ટીબીના લક્ષણો જણાઇ તો તેમને નજીકના સરકારી દવાખાને નિદાન કરી બાદમાં ઘર બેઠા જ સંપૂર્ણ સારવાર આપવામાં આવશે. સરકાર દ્વારા આવા દર્દીઓને રૂ. 500 પ્રતિ માસ લેખે સહાય પણ આપે છે. જિલ્લામાં 6464 દર્દીઓને આ વર્ષમાં રૂ.1 કરોડ 62 લાખ 31 હજાર 500ની સહાય કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં દાહોદ જિલ્લામાં મોબાઇલ ટીબી વાન ફાળવવામાં આવી છે. જે ગામેગામે જઇને તપાસનું કાર્ય કરે છે. આ ટીબી વાન દ્વારા 7817 એક્સ રે કાઢવામાં આવ્યા છે. તેમાંથી 658 દર્દીઓ મળી આવ્યા છે.
દાહોદ જિલ્લામાં 2019માં 37381 દર્દીઓના ગડફાની તપાસ કરાઇ હતી. તેમાંથી 9102 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જે પૈકી 7435 દર્દીઓ સાજા થઇ ગયા હતા. આ જ પ્રકારે 43,374 દર્દીઓની એક્સ રે, ગડફાની લેબોરેટરી ચકાસણીના માધ્યમથી તપાસ કરવામાં આવી હતી અને 7792 દર્દીઓને ટીબી માલૂમ પડતા તેમને સારવાર આપવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન 8068 દર્દીઓ તંદુરસ્ત થઇ ગયા હતા. વર્ષ 2021માં અત્યાર સુધીમાં 6290 દર્દીઓના એક્સરે-લેબ ચકાસણી કરવામાં આવી છે. તે પૈકી 1646 દર્દીઓને શંકાસ્પદ ટીબી માલૂમ પડતા સારવાર આપવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 2171 દર્દીઓએ રાજરોગને માત આપી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed