સરકાર દ્વારા માર્ગદર્શિકા: ખાનગી હોસ્પિટલ-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેકશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માઇલ્ડ કોવિડ દર્દીઓ માટે નિયત મેડિકલ કિટનો ઉપયોગ કરવા સૂચન

દાહોદ જિલ્લાની ખાનગી હોસ્પિટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, ખૂબ ગંભીર અને ખરેખર જરૂરિયાત હોય તેવા દર્દીને જ રેમડેસિવિર આપવાના છે તેવું જણાવતા દાહોદ કલેક્ટરે જણાવ્યું હતું કે આની સાથે સરકાર દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડીને નવી દવાઓ જણાવવામાં આવી છે તેનો પણ ઉપયોગ વધારવો જોઇએ. સાથે માઇલ્ડ કોવિડ દર્દીઓ માટે આરોગ્ય ખાતાં દ્વારા રોગ પ્રતિબંધાત્મક ઉપચાર માટેની નિયત મેડીકલ કિટનો પણ ઉપયોગ કરવો જોઇએ.

કલેક્ટરે જણાવ્યું હતું કે, હમણાં દાહોદ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો આવે છે તેમાં દર્દીઓની સારવાર માટે ઘણી બધી ખાનગી હોસ્પિટલોને પણ પરવાનગી આપી છે. ત્યાંથી રેમડેસિવિર ઇન્જેક્શન માટે વારંવાર માંગણી આવતી હોય છે. આ સંદર્ભે વારંવાર સીડીએચઓ-સીડીએમઓ તેમજ ડો. પહાડિયા દ્વારા ખાનગી હોસ્પિટલોના તબીબોને જણાવાયું છે કે રેમડેસિવિરનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્ણ થવો જોઇએ. જેથી ખરેખર જે દર્દી ખૂબ ગંભીર છે, જરૂરિયાત છે તેવા દર્દીઓને આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી શકાય.

આમ પણ છેલ્લા બે દિવસમાં સરકાર તેમજ એઇમ્સ, દિલ્હી દ્વારા પણ અપાયેલ માર્ગદર્શીકા અપાઇ છે જેમાં ઇવરમેક્ટિન અને ફેવિપિરાવીર જેવી દવાઓનો ઉપયોગ કરવા જણાવાયું છે. દાહોદનું આરોગ્ય ખાતું પ્રોફાઇલ એક્સીસ એટલે કે રોગના પ્રતિબંધાત્મક ઉપચાર માટે પણ કામ કરે છે અને જ્યાં કેસો આવતા હોય છે, જે માઇલ્ડ અને હાફ સિમ્ટેમેટિક હોય છે એવા કેસો માટે એક મેડિસિન કિટ બનાવી છે. જિલ્લાના નાગરિકો કોરોના સબંધિત કોઇ પણ માહિતી કે મદદ માટે હેલ્પલાઇન નં. 02673-239055 અને 7567895504 ઉપર કોલ કરી શકાશે.

દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાએ સેન્ચ્યુરી ફટકારી
ગુરુવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 100 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 1182 સેમ્પલો પૈકી 62 અને રેપીડના 2302 સેમ્પલો પૈકી 38 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. દાહોદ જિલ્લામાં ગુરુવારે નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 16, દાહોદ ગ્રામ્યના 18, ઝાલોદ અર્બન 10, ઝાલોદ ગ્રામ્ય 18 , દે.બારિયા અર્બન4 , દે.બારિયા ગ્રામ્ય 8, લીમખેડા 3, સીંગવડ 1, ગરબાડા 11, ધાનપુર 2, ફતેપુરા 5 અને સંજેલીના 4 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 43 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 594 થઇ છે. તો જિલ્લામાં વધુ 8 દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે કુલ 184 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: