સરકારી આક અને વાસ્તવની સ્થિતિમાં ભારે તફાવત: ઝાલોદ તાલુકામાં કોરોનાના 300 કેસ એક્ટિવ, સરકારી ચોપડે ફક્ત 160

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકામાં કોરોના વિસ્ફોટ થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં તાલુકામાં કુલ 300 ઉપરાંત એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્રના ચોપડે ફક્ત 160 કેસો હોવાનું નોંધાયું છે. ઝાલોદમાં એક જ પરિવારમાં કોરોના 8 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારોમાં બેનરો લગાવીને કેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

હાલમાં તાલુકા સહિત નગરમાં કોરોનાને લઈને ભયાવહ સ્થિતિ છે. તેવામાં કેટલાક કેન્ટેન્મેન્ટ ઝોનના દર્દીઓ બહાર જોવા મળતા ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા જ પોઝિટિવ દર્દી વેપાર કરતા ઝડપાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ
દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં કોરોના કેસોમાં સૌથી ઝડપી વધી રહ્યા છે. તાલુકા આરોગ્ય તંત્ર પણ સજાગ જોવા મળ્યું ન હતું. કોરોના કેસો સાથે તાવ, ટાઇફોર્ડના કેસો પણ સતત વધી રહ્યા છે. નગરના તમામ ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ઝાલોદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: