સરકારને સુઝ્યુ: દાહોદ જિલ્લામાં દોઢ વર્ષ બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણૂંક, હજી મહત્વની 4 જગ્યાઓ ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

છેલ્લા દોઢ વર્ષથી દાહોદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી હતી. કોરોના કાળ દરમિયાન પણ સરકાર દ્વારા આ મહત્વની જગ્યા ભરવામાં આવી હતી ત્યારે હવે સરકાર મોડે મોડે જાગી છે અને દોઢ વર્ષ બાદ દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે છોટાઉદેપુરના ટીબી ઓફિસર ડો. સી આર પટેલને મુક્યા છે.

દાહોદ જિલ્લામા અત્યાર સુધીમા કોરોનાના 2791 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને કોરોના તેમજ કોરોના સહિતની બીમારીઓને કારણે 96 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લાઓમા સમાવિષ્ટ છે તેમ છતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા તારીખ 1 જુલાઈ 2019થી ખાલી હતી. જે હવે છેક ભરવામાં આવી છે. જોકે, એડીએચઓ,આરસીએચઓ,ઈએમઓ અને ક્યુ એમઓની અતિ મહત્વની જગ્યાઓ હજુ પણ ખાલી રાખવામા આવી છે.અધુરામા પૂરુ દાહોદ જિલ્લા ટી.બી ઓફિસર ડો.પી.આર.સુથારને ખેડા જિલ્લા સીડીએચઓ તરીકે મુકવામા આવ્યા છે પણ દાહોદ જિલ્લા ટી.બી.ઓફિસરની જગ્યા પણ ખાલી રાખવામા આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: