સમી સાંજે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો

રાછવામાં પરિવારની નજર સામે જ લઇ ગયો બાળકીને દીપડાે 60 મીટર સુધી ઢસડી ગયો

  • Dahod - latest dahod news 022128

    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામના ખોબરા ફળિયામાં નરપતસિહ ધનાભાઈ પટેલીયાની ચાર વર્ષિય દિકરી નિલેશ્વરીબેન સાંજના છ વાગ્યાના અરસામાં ઘર આંગણે રમી રહી હતી. તે વખતે આવેલા દીપડાએ બાળકી ઉપર હુમલો કરીને તેને ૬૦ મીટર દૂર સુધી ધસડી જતાં દોડધામ મચી ગઇ હતી.પરિવારની નજર સામે જ દીપડો બાળકીને લઇ જતા બુમરાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દેકારા પડકારા સાથે ટોળાએ દીપડાનો પીછો કરતાં તે બાળકીને તુવરના ખેતરમાં છોડીને કોતર તરફ ભાગી છુટ્યો હતો. દીપડાના

    …અનુ. પાન. નં. 2

    દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

    આગલા દિવસે રાત્રે ઘરમાં બાધેલા બકરા પર પણ હુમલો કર્યો હતો જ્યારે સફાળા જાગેલા વનવિભાગે દિપડાને પાજરે પૂરવા પાજરુ પણ મૂક્યું હતું છતાં પણ દિપડા નો આંતક આ વિસ્તારમાં યથાવત રહેવા પામ્યો હતો. દીપડો પાંજરે પૂરાયો ન હતો. ગતરોજ બાળકી પર હુમલો કરતાં આ વિસ્તારના લોકો દીપડાના ભયના દહેશત સાથે રાતવાસો કરી રહ્યા છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: