સમસ્યા: ​​​​​​​દેવગઢ બારીયાની રહિમાબાદ કોલોનીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, સ્થાનિક મહિલાઓની મુશ્કેલીઓ વધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગટરની સફાઇ પણ ન કરવામાં આવતા વિસ્તારમાં ગંદકી રમઝાન પહેલા નિરાકરણ માટે પાલિકાએ બાહેધરી આપી

દેવગઢ બારીયાની રહિમાબાદ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા આ સમસ્યાઓના નિરાકરણ માટે માંગ કરવામા આવી છે. દેવગઢ બારિયા કાપડી વિસ્તારમાં આવેલી રહિમાબાદ કોલોની 2002ના કોમી તોફાનો બાદ અસ્તિત્વમાં આવી હતી. તોફાનોના અસરગ્રસ્ત આંતરિક વિસ્થાપિત ગરીબ કુટુંબો આ કોલોનીમાં રહે છે.

દેવગઢબારિયા નગરપાલિકા દ્વારા 18 વર્ષ પછી રોડ રસ્તા અને પીવાનાં પાણીની લાઇન તેમજ ગટર લાઇનની સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ ગટરલાઇનની સફાઇ કરવામા આવતી નથી. નગરપાલિકાની ગાડીમાં સમયસર ડીઝલ પણ ના હોવાથી ગટર સફાઇ કરવા માટે ડીઝલના પૈસા પણ સ્થાનિકોએ આપેલા હોવા છતા પણ બે માસથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં ગટર સફાઈ ન થતી હોવાની ફરિયાદ ઉભી થઈ છે. સાથે સાથે પીવાના પાણીની લાઇન પણ નવી નાખવામાં આવી છે. પરંતુ તે રોડના નીચે દબાવવામાં આવેલી હોવાથી લીકેજ થઇ છે. આ પાઈપ લાઈન રીપેરિંગ ન કરાતા પીવાનું પાણી લેવા મહિલાઓએ દુર દુર જવુ પડે છે.

હવે થોડા દિવસોમાં પવિત્ર રમઝાન માસ શરૂ થાય છે. અને હાલમાં પીવાનું પાણી દુર દુરથી લાવીને પીવું પડે છે. તો એવા કાળઝાળ ઉનાળામાં મહિલાઓ માટે વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે. આ સમસ્યાઓના નિવારણ માટે પ્રમુખ રજાક મનસુંરીએ દેવગઢ બારીયા આંતરિક વિસ્થાપિત હક્ક સક્ષક સમિતિ રહિમાબાદ કોલોની કાપડી દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો છે. જેમાં પાલિકા દ્વારા રમઝાન માસ પહેલા સમસ્યાના નિરાકરણ માટે ખાતરી આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: