સમસ્યા: ધાનપુરના કણજર ગામમાં ઘાસ કાપતા યુવક પર દીપડાનો હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધાનપુર2 કલાક પહેલા
- કૉપી લિંક
દીપડાના હુમલામાં ઘાયલ થયેલા યુવકને સારવાર આપી
- માથામાં પગ અને હાથ પર ઈજાઓ પહોંચતાં 36 ટાંકા લેવા પડ્યા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મહુનાળા ગામના કણજરમાં તુવરના ખેતરમાં ઘાસ કાપતા 42 વર્ષિય યુવક પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચતા ખળભળાટ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતોનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મહુનાળા ગામ પંચાયતમાં આવેલા કણજર ગામમાં રહેતા 42 વર્ષિય વરીયાભાઈ પારસીંગભાઈ પારગી શનિવારની વહેલી પરોઢે પોતાના ઘરથી એકાદ કિલોમીટરના અંતરે આવેલા પોતાના ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા. તે વખતે અચાનક દીપડાએ હુમલો કરતા વરિયાભાઈ ડઘાઈ ગયા હતા. એમણે દીપડાનો જોરદાર પ્રતિકાર કર્યો હતો અને ઘાસ કાપવા માટેનુ દાતરડું દીપડા સામે ઉગામતા થોડીવાર માટે દીપડા અને વરિયાભાઈ વચ્ચે જીવ સટોસટની બાજી ખેલાઇ હતી. વરિયાભાઈએ દીપડોના હુમલાનો જોરદાર પ્રતિકાર કર્યો હતો. વરિયાભાઇ પ્રતિકાર બાદ ભાગ્યા હતા પરંતુ દીપડાએ ફરીવાર હુમલો કરતા પગના ભાગે પકડી પાડ્યો હતો. વરિયાભાઈ જેમતેમ દિપડાની ચૂંગાલમાંથી છટકીને પોતાના જીવ બચાવતા ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ઘટનાની જાણ કરી હતી. બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો પણ દોડી આવતા દીપડો ખેતરોમાં થઇ જંગલ તરફ જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત વરિયાભાઈને અગાસવાણી 108 દ્વારા ધાનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં વરિયાભાઈની ઇજાઓ ગંભીર હોય જેથી અહીંના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દાહોદ રિફર કરવામાં આવ્યા હતા. વરિયાભાઈને માથાના ભાગે જમણા હાથ પર અને પગના ભાગે ગંભીર ઇજાઓ હોય જેથી 36 ટાકા લેવા પડ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed