સમસ્યા: ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કાલીયાહીલ સિંચાઈમાંથી નહેર દ્વારા પાણી ન અપાતાં આશ્ચર્ય
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સંજેલી ટીસાના મુવાડા પ્રતાપપુરા ગામના ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાની વકી
- કર્મચારીને મારવાની કોશિશ કરતાં પોલીસ બંદોબસ્ત માટે લેખિત જાણ કરવામાં આવી છે
કાલીયાહેલ સિંચાઇ તળાવમાંથી નહેર દ્વારા ખેડુતોના જીવાદોરી સમાન ગણાતીને દ્વારા તંત્ર દ્વારા પાણી ન અપાતા શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કાલીયાહીલ સિંચાઇ તળાવમાંથી નહેર દ્વારા શિયાળુ પાકની ખેતી માટે ખેડુતોને પાણી આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોની જીવાદોરી ગણાતી આ નહેરમાંથી આ વર્ષે હજુ સુધી પાણી ન અપાતા પ્રતાપપુરા સંજેલી ટીસાના મુવાડા ચમારીયાના નહેર આધારિત ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે. ચાલુ વર્ષે ચોમાસામાં પણ સમયસર વરસાદ ન વરસતા ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયું છે. ત્યારે શિયાળુ પાકની આશાએ બેઠેલા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. કેટલાય ખેડુતો નહેરના પાણીની રાહ જોઈ હજુ સુધી શિયાળુ ખેતીની વાવેતર પણ કર્યું નથી. જેથી વહેલી તકે નહેરમાંથી પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
નહેરમાંથી પાણી ન મળતાં શિયાળુ પાક નિષ્ફળ જશે
શિયાળુ ખેતીનો સમય પૂરો થતો જાય છે.છતાં હજી સુધી નહેરમાંથી પાણી ન મળતાં ખેતી નિષ્ફળ જવાની સંભાવના છે.નહેર શરુ કરવા સિંચાઇ અધિકારીને સંપર્ક કરતા જણાવ્યું કે ટીસાના મુવાડાના લોકો દ્વારા રસ્તાની માંગને લઈ નહેર શરૂ કરવા દેતા નથી. – દિનેશભાઇ ચારેલ(પટેલ),ખેડુત સંજેલી
બંદોબસ્ત મળતાં નહેર શરૂ કરાશે
ટીસાના મુવાડાના લોકો દ્વારા નહેર પૂરી દેવાઇ છે. તેમજ નહેર શરૂ કરવા ગયેલા કર્મચારીને મારવા ઉઠ્યાં હતાં અને નહેર શરૂ કર્યા વગર કર્મચારી નાસી ગયો હતો. આની જાણ થતાં જ નહેર છોડવા માટે સંજેલી પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડાને કાર્યવાહી તેમજ બંદોબસ્ત માટે લેખિત જાણ કરી છે.બંદોબસ્ત મળતાંની સાથે જ નહેર શરૂ કરવામાં આવશે. – કિશોરભાઈ વસૈયા,નાની સિંચાઈ અધિકારી
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed