સમગ્ર ગુજરાત રાજયમાં ૧લી ઓકટોબર ૨૦૧૯ થી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે, ઇ-સ્ટેમ્પીંગની સુવિધા મળશે : કલેક્ટર વિજય ખરાડી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

૧લી ઓકટોબર ૨૦૧૯ થી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે, ઇ-સ્ટેમ્પીંગની સુવિધા મળશે. દાહોદ જિલ્લામાં ૧૧ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટર તથા ૬ ફ્રેંકીંગ સેન્ટર પરથી મળી શકશે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧ ઓક્ટોબરથી દસ્તાવેજોની નોંધણી માટે નવી સુવિધા અમલી બનાવવા જઇ રહી છે. તેના પગલે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરવામાં આવનાર છે. એટલે કે, પહેલી ઓક્ટોબરથી માત્ર ઇસ્ટેમ્પિંગ અને ઇ-ફ્રેન્કિંગ કરાવ્યા બાદ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવનાર છે. ત્યારે, તે બાબતે લોકોને કોઇ મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટર વિજય ખરાડીએ આજે જિલ્લા સ્ટેમ્પ વિક્રેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ માહિતી આપી હતી કે, રાજય સરકાર દ્વારા નાગરીકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઇ ઇ-સ્ટેમ્પીંગ રૂલ્સ-૨૦૧૪ ના નિયમ-૧૩માં તા. ૨૩/૦૮/૨૦૧૯ના જાહેરનામાથી સુધારો કરીને ૧લી ઓકટોબર ૨૦૧૯ થી રાજયભરમાં નોન જ્યુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
૧લી ઓકટોબર ૨૦૧૯ થી ફીઝીકલ સ્ટેમ્પ પેપર બંધ થતા જાહેર જનતાને સ્ટેમ્પ મેળવવામાં કોઇ તકલીફ ના પડે તે માટે શીડયુલ બેંકો, પોસ્ટ ઓફીસ, કેંદ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાના એકમો, લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર / પોર્ટ ખાતેના સી.એફ. એજન્ટ, ઇ-ગવર્નન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર, R.B.I. રજીસ્ટર્ડ નોન બેંકીંગ ફાયનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરી અથવા રાજય સરકારશ્રીના પૂર્વ પરામર્શ બાદ કોઇ વ્યક્તિ / એજન્સી A.C.C. (AUTHORISED COLLECTION CENTRE) તરીકે નિમણૂંક મેળવવા માંગતા હોય તો તેઓને ACC તરીકે નિમણૂંક આપવામાં આવશે. ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો ખાતે જાહેર જનતાને સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં અગવડ ન પડે તે માટે તા. ૦૧/૧૦/૨૦૧૯ થી સવારના ૯:૦૦ કલાકથી જ્યાં સુધી ફ્રેંકીંગ સ્ટેમ્પ મેળવવા નાગરિકો ઉપસ્થિત હોય ત્યાં સુધી તમામને ફ્રેંકીંગ સ્ટેમ્પ ઇસ્યુ કરાશે. હાલમાં ફ્રેંકીંગ તથા ઇ-સ્ટેમ્પીગના કુલ ૧૭ સુવિધા કેન્દ્રો કાર્યરત છે. તમામ મામલતદાર કચેરી ખાતે આ વ્યવસ્થતા ઉપલબ્ધ છે. આ કેન્દ્રો પરથી નાગરીકો ઇ-સ્ટેમ્પીંગ ફ્રેંકીંગની સુવિધા મળશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: