સફળ સર્જરી: ફરજિયાત કાપવા જ પડે તેવા પગને દાહોદના સર્જને નવજીવન બક્ષ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક
પ્રસૂતિ માટે જતી યુવતીના પગે અકસ્માત દરમિયાન ગંભીર ઇજા થઇ હતી
- કેન્યાથી રેફરન્સ મળતા ભારત આવેલી યુવતીને દાહોદના તબીબનો ભેટો થતા ચમત્કાર સર્જાયો
આફ્રિકાન દેશ કેન્યાના મોમ્બાસાની 9 મહિનાની ગર્ભાવસ્થા ધરાવતી એક મહિલાને પ્રસુતિ માટે જતી વેળા એક ગોઝારો અકસ્માત નડ્યાં બાદ કાપવા જ પડે તે હાલતના પોતાના પગને બચાવવા, કેન્યાથી ભારત સુધીની યાત્રા કરી ભવ્ય સફળતા મેળવી હતી.કેન્યાની યુસરા ફહીમ નામે પરણિતાને દોઢ વર્ષ અગાઉ તા.11.7.2019એ પોતાની ગર્ભાવસ્થાની અવધિ પૂરી થવાના સમયે તેના પતિ, પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે સામે આવતા વાહન દ્વારા ગોઝારો અકસ્માત સર્જાતા મહિલાને ગંભીર ઈજાઓ સાથે બંને પગમાં ફ્રેક્ચર થતા તેને તાબડતોબ ઇમરજન્સી વિભાગમાં સિઝેરિયન સર્જરી થતા બાળકીનો જન્મ થયેલો.
ત્યારબાદ ડાબા પગે જટિલ ફ્રેક્ચર માટે એક્સ્ટર્નલ ફિક્સેટર તરીકે ઓળખાતા સળીયા નંખાયા હતા. મુખ્ય સર્જરી બાદ પણ મોટો અને ચેપસભર ઘા હોઈ વારંવાર ડ્રેસિંગ કરવા છતાંય પરિસ્થિતિ વણસતા ચેપથી અન્ય અંગો અને યુવતીનું જીવન બચાવવા માટે તબીબો દ્વારા પગ કાપવાની સલાહ અપાતા જ યુવતી અને પરિવારમાં હડકંપ મચી ગયો. કેન્યાની સ્થાનિક જે હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેનું એટેચમેન્ટ ગુજરાતના નવસારીની યશફિન હોસ્પિટલ સાથે હોઈ એક હિતેચ્છુ મારફતે આગામી સારવાર માટે ભારત જવાની સલાહ મળતા જીજીવિષા સાથે યુવતીએ પોતાના એક જ માસના બાળકને ઘરે મૂકીને ભારત આવવાનો નિર્ણય લઈ કેન્યાથી નવસારીની મુસાફરી કરી. બાદમાં યશફિન હોસ્પિટલના ડો નરેન્દ્ર પરમારે, રશિયન પદ્ધતિની ઇલીઝારોવ ટેકનીક નામે સારવારના નિષ્ણાત સર્જન ડો.અમર સોનીને દાહોદથી બોલાવી તા.11 ઓગષ્ટે ડો.સોની દ્વારા પ્રથમ સર્જરી થઇ.
તેમના ડાબા પગમાં બે હાડકા વચ્ચે 15 સે.મી. જેટલી જગ્યા પડી ચુકી હતી. તેની સારવાર કર્યા બાદ અન્ય સર્જરી માટે એક મહિના બાદ દાહોદની સોની હોસ્પિટલમાં હાડકાનો ગેપ ભરવા માટેની કોર્ટીકોટોમી નામે બીજી શસ્ત્રક્રિયા થઇ. ત્યારબાદ આરંભે વોકર અને પછી લાકડી વડે ચાલવાની છૂટ મળી. દુ:ખાવો પણ ઓછો થતા તેને ફિઝીયોથેરાપી શીખવવામાં આવી હતી. અને બે હાડકા વચ્ચેનું અંતર પુન: કુદરતી રીતે ભરાય તે માટેની કસરતો શીખવવામાં આવી જે તેણીએ આશરે અઢી મહિના સુધી કરી.
તો હાડકાની લંબાઈ પ્રાપ્ત કરવા માટેની ડોકીંગ તરીકે ઓળખાતી છેલ્લી સર્જરી તારીખ 22.11.2019 ના રોજ થઇ. છેલ્લે બધા ઘા મટવા સાથે પીડામુક્ત થયા બાદ માત્ર લાકડી સાથે ચાલતી થયા બાદ મજબૂત મનોબળ અને હસતા ચહેરા સાથે ખુશીથી ડિસે.2019ના પ્રથમ સપ્તાહમાં ભારત છોડી આ યુવતી પરત કેન્યા ગઈ. ત્યાં બંને પગના હાડકા સમાન લંબાઈના બનતા છેલ્લે તા.1.3.2021 ના રોજ ફરી દાહોદ ખાતે આવેલા યુસરાને સ્ટીલ રીંગની ફ્રેમ પણ કાઢી દેવામાં આવી છે. અને તેઓ કેન્યા જવા રવાના થઇ ચુક્યા છે.
તબીબી ક્ષેત્રની આગવી જીત છે
યુસરા નામે આ કેન્યાની મહિલાને પોતાના દેશમાં જયારે ઈજાગ્રસ્ત પગ કાપવાની સલાહ મળી હોય ત્યારે અહીં ભારતમાં અનુક્રમે નવસારી અને દાહોદમાં ઓપરેશન બાદ તબીબી ક્ષેત્રે ચમત્કાર જ કહેવાય તેમ આ મહિલા ફિનિક્સ પક્ષીની માફક ફરીથી ચાલતી જ નહીં દોડતી થઇ છે.>ડો. અમર સોની, ઓર્થો.સર્જન દાહોદ
કેનિયાથી વીડિયો દ્વારા દાહોદના તબીબના સંપર્કમાં રહી સામાન્ય વ્યક્તિ જેવા બન્યા
ડો. સોની દ્વારા તેમને શીખવવામાં આવેલી પિનસાઇટ ડ્રેસિંગ તથા કસરતો કેન્યામાં પોતે જ કરી ઘરે બાળક સંભાળ, નહાવું, રસોઈ ઘરેલુ કામકાજ સહિતની બધી પ્રવૃત્તિઓ પોતે જ કરતા થયા. ઓગષ્ટમાં પગમાં નાંખેલા સ્ટીલ રીંગની ફ્રેમ કઢાવવા તેમને ભારત આવવાનું હતું. પરંતુ કોવિડ રોગચાળોના લીધે મુસાફરી શક્ય ના હતી. એટલે ત્યાંથી ડો.સોની સાથે એક્સ-રે અને ક્લિનિકલ તસવીરોના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. છેલ્લે તેઓ કોઈપણ સાધન વિના ચાલવામાં સક્ષમ બનવા સાથે સામાન્ય વ્યક્તિની માફક સીડી ચઢે છે અને સાયકલ પણ ચલાવી શકે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed