સન્માન: રાજ્યભરના 126 બસ ડેપો પૈકી દાહોદ ડેપો ત્રીજા ક્રમે જાહેર થયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- પ્રથમ 6 ડેપોને ટ્રોફીનું સન્માન મળશે
ઓક્ટોબર-18 થી સપ્ટેમ્બર-19 માં મેળવેલ કેએમપીએલની સાપેક્ષમાં ઓક્ટોમ્બર-19થી સપ્ટેમ્બર-20ના કેએમપીએલમાં ઈમ્પ્રુવમેન્ટના આધારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજ્યના કુલ 126 બસ ડેપો પૈકી, પોતાના ગત વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શનને લઈને પસંદ થયેલ 6 બસ ડેપો પૈકી દાહોદ ડેપોને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. જૂનાગઢ ડિવિઝનમાંથી ધોરાજી ડેપો, અમરેલી ડિવિઝનમાંથી રાજુલા ડેપો, ગોધરા ડિવિઝનમાંથી દાહોદ ડેપો, અમદાવાદ ડિવિઝનમાંથી અમદાવાદ ડેપો, વલસાડ ડિવિઝનમાંથી ધરમપુર ડેપો પસંદ થયા છે.
સક્ષમ -2021’ શિર્ષક હેઠળ એવોર્ડ સમારંભમાં કુલ 126 બસ ડેપો પૈકી ત્રીજા ક્રમાંકે શ્રેષ્ઠ જાહેર થયેલા દાહોદ ડેપોને પણ રૂ.50,000ની ઈનામી રાશિ સાથે ટ્રોફીનું સન્માન પ્રાપ્ત થનાર છે. આજે તા.18-1-2018ના રોજ આઈ.ઓ.સી.એલ.ગુજરાત સ્ટેટ ઓફિસ, ગાંધીનગર ખાતે દાહોદ ડેપોના ડેપો મેનેજર જે.આર.બુચ આ સન્માન સ્વીકારશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed