સન્માન/ દાહોદની રીપા શાહ અમેરિકામાં ‘ટોપ ડોક્ટર’તરીકે સન્માનિત

સ્ત્રી દર્દીને ગર્ભાવસ્થા- મેનોપોઝ જેવા સમય ગાળામાં તબીબ તરીકે હંમેશા મૈત્રીભાવ દાખવવા બદલ સન્માન

 • Dahod's Ripa Shah honored as Top Doctor in America

  * પ્રજનન, ફીમેલ હોર્મોનલ ચેન્જીસ, મેનોપોઝ સંદર્ભે સંશોધનો પ્રમાણિત થયા છે

  * ‘રિપ્રોડક્ટીવ એન્ડ્રોક્રિનોલોજી’ વિષયમાં આગવું સંશોધન કરી રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરી

  * મેનોપોઝલ સંક્રમણમાં ફેરફાર અને પોલિસીસ્ટિક ઑવરિયન સિન્ડ્રોમ સંદર્ભે અનેક અગત્યના સંશોધનો કર્યા છે

  સચિન દેસાઈ, દાહોદ: મૂળ દાહોદના અમેરિકા સ્થિત ર્ડા. રીપા શાહને તાજેતરમાં વર્જિનિયા- વોશિંગ્ટન ડી.સી.ના ‘’ટોપ ડોક્ટર’ તરીકે પુરસ્કૃત થયા છે. મહિલા દર્દીઓની વિશેષ માવજત કાજે ે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. 7 વર્ષનો મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ પૂર્ણ કરી બોસ્ટન યુનિવર્સિટી ખાતેથી 2001 માં M.D. ની ડિગ્રી મેળવીને સાથે બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતક થયેલ ર્ડા. રીપા શાહે 2005માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિ. હોસ્પિટલમાં તેમનું રેસીડેન્સી સંપન્ન કર્યું. તેઓએ પોતાના કાર્યક્ષેત્રે પ્રસૂતિ સંભાળ દરમ્યાન, દર્દીઓ માટે સમર્પણ સાથે એ ક્ષેત્રે તબીબોમાં જોઈતી ધીરજ અને કુશળતામાં વિશેષ પ્રાધાન્ય આપી ફક્ત બીમારીનું નિદાન અને સારવાર કરી મહિલા દર્દીને આરોગ્ય અને સુખાકારીની સાથે હૂંફ ખૂબ જરૂરી છે તેવું પ્રસ્થાપિત કર્યું છે.

  ર્ડા. રીપા રાજન શાહ, ધાર્મિક વૃત્તિના પણ છે

  જેને લઈને તેમને 2018 ના વર્ષના વર્જિનિયાના ટોપ ડોક્ટર તરીકે સન્માન મળ્યું છે.મૂળ દાહોદના ભારતીબેન અને સુરેશભાઇ ડી. કડકિયાની અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં ઉચ્છેર પામેલા અને હાલમાં વર્જિનિયા સ્થિત વૈષ્ણવધર્મી ર્ડા. રીપા રાજન શાહ, ધાર્મિક વૃત્તિના પણ છે. ‘ટોપ ડોક્ટર’ એવોર્ડ સાથે, તેણીને અમેરિકાના જાણીતા કમ્પેસીનેટ ડોક્ટર એવોર્ડ, પેશન્ટ ચોઈસ એવોર્ડ જેવા અન્ય પુરસ્કારો મળ્યાં છે, જે દર્દીઓ પ્રત્યે ખૂબ દયાળુ હોય અને સારી રીતે સારવાર કરે છે તેવા ડોકટરોને જ અપાતા હોય છે.

  પોતાના દર્દીઓના ગાયનેક પ્રશ્નોથી લઇ ગર્ભાવસ્થા કે મેનોપોઝ સુધીના સમયગાળામાં તેઓ એક તબીબ તરીકે હંમેશા મૈત્રીભાવ દાખવી ખૂબ મદદરૂપ થયા છે. હાલમાં 2015 થી તેઓ વર્જિનિયાની ‘કેપિટલ વિમેન્સ કેર’માં જોડાયા છે. આ અગાઉના દસ વર્ષ માટે રેસ્ટન અને અર્લીંગ્ટન વી.એ.માં સેવાઓ આપી હતી. તે ખાસ કરીને બિનજરૂરી શસ્ત્રક્રિયાઓ શકય હોય ત્યાં સુધી કરતા જ નથી. ઓબ્સ્ટેટ્રીકસ અને ગાયનેકોલોજી ક્ષેત્રે અમેરિકાના અધિકૃત બોર્ડ દ્વારા પ્રમાણિત એવા ર્ડા. રીપા શાહ, પી.સી.ઓ.એસ. અને વંધ્યત્વના દર્દીઓ માટે પણ ઉમદા કાર્ય કરે છે.

  નવરાશના સમયે કૌટુંબિક જીવન માણું છું

  છેલ્લા 15 વર્ષથી હું જે કાર્ય કરું છું તે જ ક્ષેત્રે આગળ વધવાનું મારું ભાવિ લક્ષ્યાંક છે. વોશિંગ્ટન ડી.સી.ના અન્ય ભાગોમાં OBGYN પ્રેક્ટીસને વિસ્તૃત કરવાનો ગોલ છે.બાળકોને જન્મ આપવાનું કદાચ સરળ છે પરંતુ નવજાત માતામાં આત્મવિશ્વાસ જગાવવાનું કામ ખૂબ અઘરું છે. જ્યારે પોતાના કામમાં નવરાશ પામું છું ત્યારે મારા પતિ રાજન શાહ અને સંતાનો સાથે સમય વિતાવું છું. નવરાશના સમયે સ્કીઇંગ, નવા સ્થળોની મુલાકાત અને ન્યુયોર્ક અને મિશિગન.ખાતે રહેતા મારા પરિવારજનોની મુલાકાત લઉં છું. – ડૉ રીપા શાહ, ઓબ્સ્ટેટ્રીશિયન, ગાયનેકોલોજીસ્ટ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: