સન્માન: દાહોદના કાઉન્સિલરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિ ઓફ કમિટમેન્ટ અપાયું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
લખણભાઇએ તેમના વોર્ડમાં કરેલી કોવિડ રસીકરણની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડને પણ નોંધ લીધી. - Divya Bhaskar

લખણભાઇએ તેમના વોર્ડમાં કરેલી કોવિડ રસીકરણની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડને પણ નોંધ લીધી.

દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર-1ના નગરસેવક અને કારોબારી ચેરમેન લખનભાઇ રાજગોરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ અભિયાન’ને સારી રીતે ઝીલી લીધું હતું. લખનભાઇએ તેમના વોર્ડમાં કોવિડ રસીકરણ સહિતની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડને પણ નોંધ લીધી છે અને તેમને સર્ટિફીકેટ ઓફ કમીટમેન્ટ આપીને સન્માનિત કર્યા છે.

દાહોદમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિતના મહાનુભાવોની હાજરીમાં આ સન્માન અપાયુ હતું. લખનભાઇએ તેમના વિસ્તારમાં વિવિધ 9 જેટલા વેક્સિનેશન કેમ્પ યોજ્યા હતા અને લોકોને ઘરેઘરે જઇને વેક્સિન લેવા સમજાવ્યા હતા.

તેમના વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને વેક્સિનેશન કેમ્પને કારણે અહીંના 70 ટકા જેટલા લોકોએ વેક્સિન લઇ લીધી છે. ગોદીરોડ વિસ્તારમાં 18થી ઉપરની વયના 20843 લોકોમાંથી 15,487 લોકોએ વેક્સિન લઇ લીધી છે. કોરોનાકાળના લોકડાઉન દરમિયાનના તેમને સેવા અને સખાવતી કાર્યો નોંધપાત્ર રહ્યા છે. લોકડાઉન દરમિયાન લોકસેવા માટે તેમણે પોતાના રૂ. 8.5 લાખનો ખર્ચ કર્યો છે. 1162 પરિવારોને રાશન કિટ પહોંચાડી હતી. ઘણા એવા પરિવારો હતા કે જેમાંથી કોઇ વ્યક્તિ ખાનગી નોકરી કરતા હોય અને લોકડાઉનમાં આવક બંધ થઇ ગઇ. લોનના હપ્તા ચાલું હોય. કોઇની પાસે હાથ લંબાવી શકે નહી. આવા પરિવારોને લખનભાઇએ રોકડી આર્થિક મદદ પણ કરી. કોરોનાથી બચવા માટે તેમણે ગોદી રોડ ઉપર સાર્વજનિક સેનિટાઇઝેશન ત્રણ માસ સુધી ચલાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: