સદભાવના: દાહોદમાં જિલ્લા પોલીસ હેડકવાર્ટસ ખાતે કેન્દ્રીય પોલીસ ભંડારનો ફરી આરંભ કરાયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસ કર્મીઓને રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ કિફાયતી ભાવે મળશે

દાહોદ જિલ્લા પોલીસ હેડકવાર્ટસ, દાહોદ ખાતે કેન્દ્રીય પોલીસ ભંડારનો જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા ફરીથી કાર્યરત કરાયું છે. જે અગાઉ સીપીસી, કેન્ટિન નામે કાર્યરત હતું. અહીંથી રોજિંદી ઘરેલું સામાનની વસ્તુઓ પોલીસકર્મીઓ કિફાયત ભાવે ખરીદી શકશે.

અહીંથી રોજિંદી ઘરેલું વપરાશનો સામાન ખરીદી શકાશે

નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ કેન્દ્રીય પોલીસ ભંડાર રાજય કે કેન્દ્ર સરકારના પોલીસકર્મીઓ જે નિવૃત થયા હોય તેમના દ્વારા સંચાલન કરવામાં આવશે. પોલીસના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી આ કેન્ટિન ખાતેથી ડિસ્કાઉન્ટ કિંમતે વસ્તુઓ આપવામાં આવશે. તેના નફાના બે ટકા જેટલી રકમ પોલીસ વેલફેરમાં જમા થશે. અહીંથી રોજિંદી ઘરેલું વપરાશનો સામાન ખરીદી શકાશે. જેના પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પણ મળશે. આ પ્રસંગે એલ.સી.બી પી.આઇ ભાવિક શાહ, એસઓજી પી.આઇ. એચ.પી.કરેણ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: