સજોઇમાં ડાકણની શંકા રાખી મહિલા પર કુટુંબી ટોળાનો હુમલો
- સર્પદંશથી મોત થયું હતું
- ભૂવાને બતાવતાં મહિલાને ડાકણ કહેતાં કૃત્ય
દિવ્ય ભાસ્કર
Aug 09, 2020, 04:00 AM IST
દાહોદ. સજોઇમાં ડાકણનો વહેમ રાખી મહિલાઓને ખાઇ જાય છે તને છોડવાની નથી તેમ કહી મહિલાને લાકડીઓ અને માર માર્યો હતો. સજોઇ ગામની 45 વર્ષિય વીરાબેન મોહનીયાના કુટુંબી દીયર નારસીંગભાઇ મોહનીયાના છોકરાની પત્ની ભુરીબેન બે મહિના અગાઉ સાપ કરડવાથી મૃત્યુ થયું હતું.
તુ ડાકણ છે અને તુ કુટુંબના કનુની પત્ની ભુરીને ખાઇ ગઇ છે
ગતરોજ કુટુંબના માણસો તથા છતરીયા જેસાવાડા બાજુ ભુવા પાસે બતાવવા ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ મનુ મોહનીયા, દીનેશ મોહનીયા, ભારત મોહનીયા ગાળો બોલતા જઇ વીરાબેનના ઘરે આવી તુ ડાકણ છે અને તુ કુટુંબના કનુની પત્ની ભુરીને ખાઇ ગઇ છે, આજે તો તને જીવતી નથી છોડવાની તેમ કહી દિનેશ પકડી રાખતા મનુ, ભારતએ મળી બરડામાં તથા પગમાં લાકડીના ફટકા મારી તથા મુઢ માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન વીરાના કુટુંબના નારસીંગ મોહનીયા પણ ત્યાં આવી ગાળો બોલી મારી વહુ મરણ ગયેલ હોય અને ભુવાએ ડાકણ કાઢેલ છે તારી પુછપરછ કરવાની છે તેમ કહી વીરાને તેના ઘરે લઇ જઇ બરડાના ભાગે લાકડીઓ વડે માર્યો હતો. શૈલેષ મોહનીયા તથા ગુરીબેન મોહનીયાએ પણ વીરાને પકડી રાખી માર મારી ગાળો બોલી જાનતી મારવાની ધમકી આપી હતી. જેથી વીરાબેનના પતિએ 181 મોબાઇલમાં જાણ હતી. સોબનસિંહ મોહનીયા આવી જતાં તેમણે પણ નારસીંગ ગવજી મોહનીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે છ સામે ફરિયાદ નોંધાવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed