સઘન ચેકિંગ: દાહોદમાં રાત્રે દારૂ પીધાની શંકામાં ચેક કરાયેલા લોકોનો ટેસ્ટ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસ્વીર

  • લોકોએ ઘરે જ રહીને પોતાની રીતે નવા વર્ષને વધાવ્યો
  • રાત્રે વેપાર કરતાં લોકોએ પોતાની રીતે જ દુકાનો બંધ રાખી

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કારણે વહીવટીતંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવી ગાઈડલાઈન પ્રકાશિત કરાઇ હતી. જેથી ખાસ કરીને દાહોદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી ફિક્કી બનવા પામતા યુવાવર્ગમાં થોડી નિરાશા જોવા મળી હતી. શહેરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દારૂ પીધો હોય તેવી શંકામાં પોલીસની તપાસ બાદ કેટલાક લોકોનો ઘટના સ્થળે કોરોનાનો ટેસ્ટ પણ કર્યો હતો.

દાહોદ વહીવટીતંત્ર દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત સાથે હોટલો કે પાર્ટીપ્લોટની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાયો હોઈ ખાસ કરીને યુવાવર્ગમાં નિરાશા ફેલાઇ જવા પામી હતી. મોટાભાગના લોકો, ગત વર્ષોની માફક 31 ડિસે.ની ઉજવણી મિત્રો કે ગ્રુપ સાથે કરવાનું મોકૂફ રાખી ઘરે જ રહ્યા હતા. તંત્રની નવી ગાઈડલાઈન બદલે સોશિયલ મીડિયાથી કરફર્યુ મુકાયો હોવાની પણ અફવા ફેલાઇ હતી. પોલીસ કાર્યવાહીના ભયથી સાંજ બાદ દાહોદમાં બહાર રસ્તા ઉપર નહિંવત્ લોકો ફરતાં જોવા મળ્યા હતા. દારૂ પીધો હોવાની શંકામાં પોલીસે કેટલાક લોકોને પકડ્યા હતા.

પોલીસ સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ જોતરાઇ હતી અને શંકાસ્પદ લોકોનો ઘટના સ્થળે જ કોરોનાનો ટેસ્ટ પણ કર્યો હતો. તંત્રએ ચાર લોકો ભેગા થવા ઉપર પ્રતિબંધ મુક્યો હોવાથી આ વર્ષે પોલીસના ડરના લીધે રાત્રે લોકોએ ઘરે જ રહીને ટેલિવિઝનના કાર્યક્રમો જોઈને થોડીક શુષ્ક રીતે 31 ડિસે.ની ઉજવણી કરી હતી. આ સાથે આ વર્ષે કોરોનાના કારણે 31 ડિસે.ની ઉજવણી સાથે યુવા વર્ગ દ્વારા દર વર્ષે થતી નવા વર્ષની ડાન્સ પાર્ટી, હોટલોની ખાણીપીણી સહિતની ઉત્સાહભેર ઉજવણી અને આતશબાજી જેવા જાહેર કાર્યક્રમો મોકૂફ રહેવા પામ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: