સંયોગ: દાહોદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સંકલનની બેઠકમાં હતા ત્યારે જ કલેક્ટર ,ડીડીઓની બદલીનો હુકમ આવ્યો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Order For Transfer Of Collector, DDO Came Only When All The High Officials Of Dahod District Were In The Coordination Meeting.
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- કલેક્ટર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર અને ડીડીઓ જૂનાગઢના કલેક્ટર પદે મુકાયા દાહોદ સ્માર્ટસીટી કંપનીના સીઇઓ હર્ષિત ગોસાવી નવા કલેક્ટર, દાહોદમાં આસી.કલેક્ટર રહેલા તેજસ પરમાર ડીડીઓ
દાહોદ જિલ્લા ત્રણ વર્ષ વર્ષ કરતાં વધુ સમય ફરજ બજાવ્યા બાદ કલેક્ટરની બદલી થઇ છે.તેમણે જિલ્લામાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને પણ કલેક્ટર પદે બઢતી મળતાં તેમની પણ આજે જ બદલી થઇ છે.જિલ્લા સંકલન સમિતિની બેઠક ચાલુ જ હતી ત્યારે જ બંન્ને ઉચ્ચ અધિકારીઓની બદલીના સમાચાર આવતા ઉપસ્થિત તમામ અધિકારીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે.
દાહોદ જિલ્લા કલેક્ટર પદે વિજય ખરાડી તારીખ 9 એપ્રિલ 2018ના રોજ મુકાયા હતા.તેઓએ 3 વર્ષ કરતાં વધુ સમય માટે સમાહર્તા તરીકેની ફરજ નિભાવી છે.રાજ્યમાં આઇએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ થતાં તેમની પણ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર પદે બદલી થઇ છે.કલેક્ટરે જિલ્લામાં તેમની કાર્યશૈલીને કારણે પ્રજામાં પ્રિય થઇ ગયા હતા.કારણ કે તેઓ હંમેશા પ્રજાભિમુખ રહેતા અને સોશિયલ મિડીયામાં તેમની સક્રિયતાને કારણે નાગરિકો તેમને સીધો સવાલ પુછી શક્તા હતા.શરુઆતમાં તેમની કામ લેવાની પધ્ધતિ કેટલાકને માફક આવતી ન હતી પરંતુ ધીમે ધીમે બધું થાળે પડી ગયુ હતુ.
આજે તેમની અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની બદલીના સમાચારનો પણ એક શુભ સંયોગ થયો હતો.કારણ કે દર ત્રીજા શનિવારે દાહોદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળતી હોય છે અને જેમાં જિલ્લાના વર્ગ-1 અને 2ના તમામ અધિકારીઓ ફરજીયાત હાજર હોય છે ત્યારે યોગાનુયોગ આજે પણ સંકલન સમિતિની બેઠક ચાલી જ રહી હતી.ત્યારે જ બંન્ને ઉચ્ચ અધિકારીઓની બદલીના સમાચાર આવ્યા હતા.જેથી તમામ અધિકારીઓએ બંન્ને ઉચ્ચ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.કલેક્ટરે કોરોના કાળમાં જિલ્લાનું સુકાન સફળ રીતે સંભાળ્યુ હતુ ત્યારે ડીડીઓએ પણ તેમની સાથે રહીને કોરોનાજંગ લડવામાં સહકાર આપ્યો હતો.
હવે કલેક્ટર પદે રીજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર,વડોદરાથી હર્ષિત ગોસાવી મુકાયા છે અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારની નિયુકિત થઇ છે.અત્રે ઉલ્લેખનિય છે કે કલેક્ટર હર્ષિત ગોસાવી દાહોદ સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપનીના સીઇઓ હોવાથી તેઓ દાહોદ અને સ્માર્ટ સીટીના તમામ પ્રોજેક્ટથી પરિચિત છે.ભૂતકાળમાં તેઓ દાહોદ સમીક્ષા માટે પણ આવી ચુક્યા છે.જેથી તેનો લાભ દાહોદવાસીઓને મળશે.તેવી જ રીતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયેલા તેજસ પરમાર પણ દાહોદ થી સુપરિચિત છે.કારણ કે આઇએએસ થયા પછી તેઓ આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે દાહોદના એસડીએમ પદે મુકાયા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed