શ્રમિકોને સહાય: અસંગઠિત શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા આપતુ U-WIN કાર્ડ, રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મળે છે લાભ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- U WIN Card Providing Social Security To Unorganized Workers, Benefits Of Various Welfare Schemes Of The State Government
દાહોદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિલ્લા શ્રમ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં 252 શ્રમિકોની નોંધણી, ટૂંક સમયમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત પોષ્ટિક ભોજન પણ સસ્તા દરે મળતું થશે
રાજય સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા બક્ષવાના હેતુથી તેમજ તેમને વિવિધ લાભ સરળતાથી મળી રહે તે માટે શ્રમ શક્તિ પહેચાન હેઠળ U-WIN કાર્ડ (અનઓર્ગેનાઇઝડ વર્કર આઇન્ડેટીફીકેશન નંબર) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા શ્રમ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે જ દિવસમાં 252 અસંગઠિત શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે.
શ્રમિકની માસિક આવક રૂ. 10,000કે તેથી ઓછી હોવી જોઇએ
અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ 2008ની કલમ 2 મુજબ ઘરેલુ શ્રમયોગી, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી કે વેતન શ્રમયોગીનો સમાવેશ કરવામાં આવે છે. આ યુ-વીન કાર્ડની નોંધણી જિલ્લાના 650 જેટલા કોમન સર્વિસ સેન્ટર ખાતેથી કરવામાં આવશે. દાહોદ જિલ્લા શ્રમ અધિકારી પ્રિયંકા બારીઆ જણાવે છે કે, છેલ્લા બે જ દિવસમાં સ્ટ્રીટ વેન્ડર તરીકે કામ કરતા 78 શ્રમિકો અને અન્ય 174 શ્રમિકો એમ કુલ 252 અસંગઠિત શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા જે શ્રમિકની માસિક આવક રૂ. 10,000કે તેથી ઓછી હોય તેમજ એક હેક્ટર કે ઓછી વાવણી લાયક જમીન ધરાવતા હોય તેવા વ્યક્તિને સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તરીકે આ કાર્ડનો લાભ મળશે. ઉપરાંત ઘરેલુ કામ કરતા શ્રમયોગીઓને પણ આ લાભ આપવામાં આવશે. અત્યારે યુ-વીન કાર્ડ અંતર્ગત અસંગઠિત શ્રમિકોની નોંધણીની કામગીરી ચાલુ છે.
આ કાર્ડ નિ:શુલ્ક આપવામાં આવે છે
અસંગઠિત શ્રમયોગીએ યુ-વીન કાર્ડ મેળવવા નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇ આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટની તથા મોબાઇલ નંબર, અગ્રતા પાપ્ત પરિવારનું રેશનકાર્ડ ધરાવતા હોય તો તેની નકલ લઇને ઉપસ્થિત થવાનું રહેશે. આ કાર્ડ નિ:શુલ્ક આપવામાં આવે છે અને આ અંગેનો ખર્ચ ગુજરાત રાજય સામાજિક સુરક્ષા બોર્ડ કરે છે. રાજય સરકાર દ્વારા યુ-વીન કાર્ડ ધારક શ્રમિકોને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મા વાત્સલ્ય યોજના, અકસ્માત વીમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, તબીબી સહાય (ગ્રામ શ્રમ આયુક્ત તંત્ર નિયમો મુજબ) તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલમાં આવતી લાગુ પડતી યોજનાઓનો લાભ મળવાપાત્ર થાય છે.
શ્રમયોગીઓને સાવ સસ્તા દરે પોષ્ટિક ભોજન મળતું થશે
રાજય સરકાર દ્વારા યુ-વીન કાર્ડ ધરાવતા શ્રમિકોને ખૂબ જ સસ્તા ભાવે ભોજન મળી રહે એ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત આ કાર્ડ ધારકોને લાભ મળી રહે એ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં યુ-વીન કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને સાવ સસ્તા દરે પોષ્ટિક ભોજન મળતું થશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed