શોકની કાલિમા: દાહોદના સંજેલીના પશુની પાછળ જતા ભાઈ-બહેન તળાવમાં ડૂબ્યા, બન્નેની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- ભાઈ બહેનની એક સાથે અર્થી ઉઠતા પરિવાર સહિત ગામમા શોક છવાયો
સંજેલી પુષ્પસાગર તળાવમા રમતા રમતા ઢોરોની સાથે તળાવમાં પડતા ભાઈ બહેનના મોત થતા પરિવાર સહિત ગામમાં શોક છવાયેલો છે. આજે બંન્ને ભાઈ બહેનની સ્મશાન યાત્રા સાથે નીકળતા ગામ આખુ હિબકે ચડયુ હતુ.
સંજેલીમા પુષ્પસાગર તળાવમા રવિવારના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ રિતેશભાઈ જયંતીલાલ સોની અને તેમની પત્ની તેમજ તેમના બે બાળકો સાથે તળાવ કિનારે આવેલા ખેતરમાં હતા. તે દરમ્યાન બન્ને ભાઈ બહેનો પોતાના પશુઓની પાછળ ફરતા હતા ત્યારે પશુ તળાવમાં કૂદતાં તેની પાછળ બન્ને ભાઈબહેનોએ પણ કૂદકો લગાવી દીધો હતો. થોડી વાર બાદ માતા પિતાને બંને બાળકો જોવા ન મળતાં તપાસ હાથ ધરતા તે દરમ્યાન ઢોરો તળાવમાં પાણીમાં હતાં.
તે અંદાજ મારી બાળકો પણ તળાવમાં જ હશે તે રીતે શોધખોળ આદરી હતી ભારે જહેમત બાદ પુત્રી ધ્રુવતીબેન ઉંમર વર્ષ ૯ અને પુત્ર જયનિશ ઉમર ૭ બંને ભાઈ બહેન ના મૃતદેહ મળી આવતા માતા પિતા પર આભ તૂટી પડ્યું હતું. બન્ને ભાઈ બહેનો એક સાથે અર્થી ઉઠતા પરિવાર સહિત ગામમા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed