શું તમને ખબર છે PUC ની ફી કેટલી ચૂકવવી પડે ? તો આ આર્ટિકલ વાંચો

 THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA 

હાલમાં સરકાર દ્વારા જુદા જુદા કાયદાઓ અમલમાં મૂકી દરેક વિભાગમાં કડક કાર્યવાહી કરી પગલાં ભરાય છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ ભારત સરકાર દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી હેલ્મેટ, વીમો, પી.યુ.સી. અને રજીસ્ટ્રેશન બુક, ડ્રાઇવિંગ લાઈસન્સ આ વસ્તુઓ વ્યક્તિએ વાહન ચલાવતી વખતે સાથે રાખવી અને તે પણ ઓરિજનીલ અને દ્વિચક્રી વાહન ધારકોએ હેલ્મેટ ફરજીયાત પહેરવો જેમાં આગળ વાહન હંકારનાર હોય તે અને પાછળ બેઠેલી વ્યક્તિએ પણ. જેના કારણે સમગ્ર ભારતમાં RTO કચેરી, હેલ્મેટ શોપ અને PUC માટે લાઈનો લાગી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યની RTO કચેરીઓ ઉપર દલાલો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને 3 હજાર થી 10 હજાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સનો ભાવ પહોંચ્યો છે.
લોકોની એવી ચર્ચા છે કે આ જે લાઇસન્સ અને PUC માટે અમુક લોકો પાસેથી વધારાના જે ખોટા રૂપિયા લેવાય છે. તેવી બૂમો પડી ચર્ચા વહેતી થઈ છે તે માટે RTO અધિકારી આ બાબતની તપાસ કરે અને જે દોષી હોય તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરે જેથી પ્રજાને પડતી હાલાંકી અને લૂંટાવાનું બંધ થાય તેવી લોકોની માંગ છે.
જ્યારે હેલ્મેટના ભાવ બમણા થઈ ગયા છે. તો PUC ના ભાવમાં પણ ઉઘાડી લૂંટ જોવા મળી રહી છે. PUC માં પણ બમના અને ઘણી જગ્યા એ તો ત્રણ ઘણા ભાવ લેવામાં આવે છે અને લોકોને લાઈનમાં ના ઉભા રહેવું પડે તે માટે લોકો આ રૂપિયા આપે છે તેવું અમુક લોકોનું કહેવું છે. પણ જ્યારે ખરેખર મોટા ભાગ ના લોકોને ખબર જ નથી કે કયા વાહન માટે કેટલા રૂપિયા PUC વેરિફિકેશન ફી તરીકે ચૂકવવાના હોય છે. તો NewsTok24 ના વાચકોને સાચી માહિતી પ્રાપ્ત થાય તે હેતુસર સરકારે નક્કી કરેલ PUC નીચે મુજબની યાદી પ્રસિદ્ધ કરી છે.

 પેટ્રોલથી ચાલતા વાહનોમા – 2 વ્હીલર વાહન માટે    ₹. ૨૦/-, 3 વ્હીલર વાહન માટે ₹.25/- અને 4 વ્હીલર વાહન માટે ₹.50/- ચાર્જ લેવામાં આવે છે.
જ્યારે ડીઝલ થી ચાલતા 4 વ્હીલર વાહન માટે ₹.50/- અને
CNG થી ચાલતા 4 વ્હીલર વાહન માટે પણ ₹.50/- આપી PUC કઢાવી શકાય છે. 

જે આ એક અગત્યની બાબત ની આપ સૌ વાચક મિત્રોએ નોંધ લેવી.


Related News

Comments are Closed

%d bloggers like this: