શિક્ષણ: દાહોદમાં ધો.10 અને 12ની રીપીટર્સની પરીક્ષામાં 16380 વિદ્યાર્થીઓ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • આગામી તા. 15મી તારીખથી પરીક્ષાઓ શરૂ થશે

દાહોદ જિલ્લામાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની રીપીટર્સ માટે આગામી તા. 15થી શરૂ થનારી પરીક્ષાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ બન્ને ધોરણની પરીક્ષામાં કુલ મળી 16380 છાત્રો નોંધાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ જણાવ્યું હતુ કે, ધોરણ 10ની પરીક્ષામાં દાહોદ ઝોનમાં 10 કેન્દ્રોની 41 બિલ્ડિંગમાં 363 બ્લોકમાં 7260 પરીક્ષાર્થીઓ તથા લીમખેડા ઝોનમાં આઠ કેન્દ્રોના 28 બિલ્ડિંગમાં 240 બ્લોકમાં 4800 છાત્રો મળી બન્ને ઝોનમાં 12060 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

જ્યારે, ધોરણ 12ના બન્ને પ્રવાહની પરીક્ષા માત્ર દાહોદ ખાતે જ લેવાશે. સામાન્ય પ્રવાહમાં 3480 તથા વિજ્ઞાન પ્રવાહમાં 840 છાત્રો પરીક્ષા આપવા બેસશે. આ માટે બે કેન્દ્રોની 23 બિલ્ડિંગમાં 215 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. છાત્રોને એવો અનુરોધ પણ કર્યો છે કે, ફરજીયાતપણે માસ્ક પહેરીને જ પરીક્ષામા ઉપસ્થિત થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પાસે પરીક્ષાર્થીઓ તથા તેમના વાલીઓને બિનજરૂરી ભીડ ન કરતા, પરસ્પર 6 ફૂટનુ અંતર જાળવવાનું રહેશે.  બિનજરૂરી રીતે દીવાલો, રેલીંગ, દાદર જેવી ચીજવસ્તુઓને અડકવાથી દુર રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: