શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત: દાહોદ જિલ્લાની શાળાઓમાં 65 ગ્રંથપાલની જગ્યા ભરાતી જ નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 1996થી ભરતી જ નહીં કરાતાં શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

ભારત સરકારે ગુજરાત રાજ્યમાં નર્મદા અને દાહોદ જિલ્લાને માત્ર મહત્વકાંક્ષી તરીકે જાહેર કરી સર્વાંગિક વિકાસ માટે મંજૂર કરેલા છે . આદિવાસી વિસ્તાર હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષથી સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે ત્યારે કેટલીક શાળાઓમાં ગ્રંથપાલના અવસાન અને નિવૃત બાદ તેમની જગ્યા ભરાતી જ નથી.

દાહોદ જિલ્લામાં દર વર્ષે તેનો આંકડો વધીને 65 નો થઇ ગયો છે. જ્યારે આખા ગુજરાતમાં 1600 જગ્યાઓ ખાલી પડી છે. 1996 થી રાજ્યમાં આ જગ્યાઓ ઉપર નિમણૂક કરવામાં આવી નથી. આ જગ્યા ભરવા માટે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. છેલ્લા 20 વર્ષથી વાંચે ગુજરાત અંતર્ગત અભિયાન ચલાવાઇ રહ્યુ છે અને જિલ્લાની તમામ શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ અભિયાનને સાર્થક કરી રહી છે.

ગ્રંથપાલની જગ્યાઓનું મહેકમ શાળા મંજૂરી સાથે જ હોય છે. શાળા સ્ટાફના મહેકમમાં જ આવી જાય છે . અલગ ખર્ચ માટે નાણાવિભાગની મંજૂરીની જરૂર હોતી નથી. ઘણી શાળાઓ બંધ પણ થઇ છે અને કેટલીક નવી શરૂ થઇ છે. તેમાં સરકારને કોઇ આર્થિક ભારણ ન હોવા છતાં જગ્યાઓ નહીં ભરાતા રોષ જોવાઇ રહ્યો છે.

વાંચે ગુજરાત પેટર્ન હેઠળ 15 વર્ષથી આયોજનો ફળિભૂત થતા નથી
દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ગોપાલભાઇ ધાનકા મહામંત્રી એમ.બી.જાટવાએ જણાવ્યુ હતું કે, ધો -9 થી 12ની ઉ.માધ્યમિક અને ઉ.બુ.શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાએ 01-01-1996થી ખાલી પડેલી છે .ગુજરાત સરકાર વાંચે ગુજરાત પેટર્ન હેઠળ છેલ્લા 15 વર્ષથી વિવિધ કામગીરીઓના આયોજનો કરે છે પરંતુ શાળાઓમાં ગ્રંથપાલ ન હોવાથી તે ફળિભૂત થતાં નથી આ જગ્યાઓ ભરાય તે માટે અમે રજૂઆત કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: