શિક્ષક દિને દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોનું સાંસદ જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો – પુસ્તકો આપી સન્માન કર્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

શિક્ષક દિન નિમિત્તે તા.5ના રોજ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિંલ, દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 18 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ, પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું.

શિક્ષક દિનના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજયમંત્રી બચુભાઇ ખાબડે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે તેમ જણાવી શિક્ષકની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ક્ષણે ક્ષણે જે નવું શીખવે તે શિક્ષક છે. અહીં સન્માનિત થનારા શિક્ષકોની ભૂમિકા હવે બેવડાય છે. તેમણે હવે બીજા શિક્ષકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવાનું છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: